Wadia તા.૧૯
અમરેલી જિલ્લા ના વડિયા થી બાટવા દેવળી રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલત માં છે આ રસ્તો ત્યારે મીડિયા દ્વારા અનેક વાર આ બાબતે મીડિયા અને સોશ્યલ મીડિયા માં અહેવાલો પ્રસિદ્ધ કર્યા પછી વર્તમાન ધારાસભ્ય દ્વારા જણાવાયું હતુ કે આ રસ્તો સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે હાલ ચોમાસા ની ઋતુ ચાલતી હોય વરસાદના કારણે આ રસ્તો બની શકે નહિ તેથી નવરાત્રી બાદ નવો રસ્તો બનાવવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી. તે તમામ મૂદતો પૂર્ણ થતા આ રસ્તે થી પસાર થતા ખેડૂતો, દર્દીઓ અને સ્થાનિક લોકો ને પડતી હાલાકી જોઈ ને ફરી મીડિયા દ્વારા અવાજ ઉઠાવવા માં આવ્યો હતો ત્યાર બાદ કહેવાતા વિરોધ પક્ષ એવા સ્થાનિક કોંગ્રેસના હોદેદારો દ્વારા બે દિવસ પેહલા એક સોશ્યલ મીડિયા માં મેસેજ વાઇરલ કરી આ રસ્તા બાબતે રામધૂન, સુત્રોચાર જેવા કાર્યક્રમ નુ આયોજન કરેલ હોય તેમાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી . જોકે નિયત કરેલા સ્થળે અને સમયે ગણ્યા ગાંઠ્યા જ કૉંગેસ ના આગેવાનો બેનર સાથે આવી ને વર્તમાન ધારાસભ્ય અને ભાજપ સરકાર વિરુદ્ધ જ્યાં જ્યાં ભાજપ ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર,વડિયા ના લોકો છે ત્રસ્ત ભાજપ ના નેતાઓ છે મસ્ત,ભાજપ નો વિકાસ રોડ માં દેખાયો જેવા બેનરો અને નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરી સ્થાનિક ચૂંટાયેલા ભાજપ ના નેતાઓ અને કુંભકર્ણ નિંદ્રા માં ઉંઘતા તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. આ રસ્તા મુદે આપવામાં આવેલા આ કાર્યક્રમ માં તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લા કિસાન કોંગ્રેસ ના પ્રમુખ સત્યમ મકાણી, જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા, જિલ્લા યુવા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ જુનેદ ડોડીયા, દિલીપભાઈ શીંગાળા અને અન્ય લોકો જોડાયા હતા.આ સમગ્ર વિરોધ પ્રદર્શન માં ક્યાંય સ્થાનિક ગણ્યા ગાંઠ્યા કૉંગેસી આગેવાનો સિવાય કોઈ સ્થાનિક લોકો જોડાયા ના હોય ત્યારે આ સમગ્ર ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર રસ્તા થી પીડાતા લોકો ને હવે રાજકીય લોકો પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય અને પોતાની સમસ્યાઓ બાબતે તેને કોઈ રાજકીય કાર્યક્રમ માં રસ ના હોય તેવુ જોવા મળ્યું હતુ. તો બીજી બાજુ વડિયા વિસ્તાર માં વિરોધ પક્ષ જેવું કશું જ ના હોવાથી જ્યાં કોંગ્રેસ નુ અસ્તિત્વ જ ના હોય ત્યાં કોંગ્રેસ હવે પોતાનું અસ્તિત્વ ઉભું કરવા માટે લોકોનો અવાજ બની સામે આવતી હોય તેવુ પણ જોવા મળ્યું હતું.વાસ્તવ માં આ રસ્તા બાબતે સ્થાનિક ચૂંટાયેલા લોકોએ આગળ આવી ને વહેલી તકે આ રસ્તાની કામગીરી શરુ થાય તેવી માંગણી લોકો કરતા જોવા મળ્યા છે.