Surendaranagar, તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોકરાળા ગામ પાસેથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલની દીવાલનો એક ભાગ તૂટવાની અણી પર છે. આ સ્થિતિને કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.
કેનાલની દીવાલ તૂટવાથી લાખો લિટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળવાનો ભય છે. જેના પરિણામે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.
સ્થાનિક લોકો અને ખેડૂતોએ નર્મદા વિભાગ સમક્ષ તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. તેમણે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થાય તે પહેલા આ સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે.

