Wankaner,તા.06
દિઘલીયા ગામ નજીકથી આધેડ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઓવરટેક કરવા જતા બાઈક પાછળના ટાયરમાં આવી જતા બાઈક ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા કિશોરભાઈ છગનભાઈ અણીયારીયા (ઉ.વ.૨૯) વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા છગનભાઈ માવજીભાઈ અણીયારીયા પોતાનું બાઈક લઈને દિઘલીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલક ઓવરટેક કરવા ગયો હતો ત્યારે ટ્રકના પાછળના ટાયરમાં છગનભાઈ આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે