Morbi,તા.02
પીપળીયા રાજ ગામે બાઈક ચાલક બમ્પ તારવવા જતા રોડ સાઈડમાં સાયકલ લઈને ઉભેલા યુવાનને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના સલીમ આહમદ કડીવારે બાઈક ચાલક વિરમભાઈ કાનાભાઈ બાંભવા રહે ઘીયાવડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે બાઈક ચાલક વિરમભાઇ બાંભવા બાઈક લઈને જતા હતા ત્યારે પીપળીયા રાજ ગામે બમ્પ તારવવા જતા રોડ સાઈડમાં સાયકલ લઈને ઉભેલ ફરિયાદીના દીકરા મોહમદકુમેલને હડફેટે લેતા ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના વાલાસણ નજીક ટ્રકની ઠોકરે રાહદારી આધેડનું મોત
વાલાસણ ગામની સીમમાં આધેડ રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના મુસ્તાક અબુજી કડીવાર (ઉ.વ.૩૪) નામના યુવાને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૧૧ ના રોજ ફરિયાદીના પિતા અબુજીભાઈ કડીવાર વાલાસણ ગામની સીમમાં આવેલ ઇન્ડિયન કોટન મિલ પાસે રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી અબુજીભાઈને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે