Morbi તા 2
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,700 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વાંકાનેરના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી જેના આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રવીણ બાબુભાઈ દંતેસરીયા (36), મહેશ રવજીભાઈ સનોરા (40), ખીમજી ભવનભાઈ વોરા (42), મેઘા વિરમભાઈ મુંધવા (28), જગદીશ નરસીભાઈ જાદવ (45) અને રણછોડ બાબુભાઈ દંતેસરિયા (28) રહે. બધા રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના મધુપુર ગામે રહેતા છગનભાઈ બાબુભાઈ ઉપસરિયા (34) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 8878 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે ખેતલા આપા ટી સ્ટોલ અને ડીલક્સ પાનની દુકાન સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 2890 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રિક્ષા ચલાવીને ફરિયાદીના બાઈક સાથે રીક્ષા અથડાવી હતી જેથી કરીને અકસ્માત થયો હતો.
જે બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગમાં ફ્રેક્ચર તથા જમણા હાથમાં ઇજાઓ કરી હતી અને ત્યારબાદ રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.