Morbi,તા.10
મોમીન શેરીમાં મસ્જીદ પાસે ખુલ્લા [પટમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૮૦,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોમીન શેરી જુમ્મા મસ્જીદ પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જાકીરહુશેન ઈસ્માઈલ મેસાણીયા, આહમદ ઉસ્માન શેખ, સલીમ ઈબ્રાહીમ થીમ, સાકીર સકીલ મેસાણીયા, જુબેર અબ્દુલકરીમ બોરડીવાલા, ફયાજહુશેન મહમદ હનીફ કડીવાર અને જાકીર ઉસ્માન ભોરણીયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૮૦,૧૦૦ જપ્ત કરી છે