Morbi,તા.28
નવા રાજાવડલા ગામે બાઈક લઈને શેરીમાંથી બે ત્રણ વખત ચક્કર મારતા બાઈક લઈને આવવાની ના પાડતા એક ઇસમેં મહિલાને માર મારી ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા જયાબેન સવજીભાઈ ડેડાણીયા (ઉ.વ.૫૦) વાળાએ આરોપી સાગર કેશુભાઈ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જયાબેન શેરીમાં બેઠા હતા ત્યારે આરોપી પોતાનું બાઈક લઈને બે ત્રણ વખત શેરીમાં ચક્કર મારતા શેરીમાં બાઈક લઈને આવવાની ના પાડી હતી જેથી સારું નહિ લાગતા આરોપી સાગર દેત્રોજાએ બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરી પાઈપ વડે મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે