Morbi,તા.30
વાંકાનેર તાલુકા પોલીસ અને સીટી પોલીસ મથક દ્વારા પકડવામાં આવેલ કુલ રૂ ૧,૪૩,૬૭,૫૦૨ ની કીમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું
રાજકોટ રેંજમાં પ્રોહીબીશન મુદામાલનો નાશ કરવા સુચના અન્વયે વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ એચ સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ અને વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાં જાન્યુઆરી ૨૦૨૫ થી જુલાઈ ૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી જેથી વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા અને રંગપર ગામ વચ્ચે જુના પડતર ડામર રોડ ખાતે દારુનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કુલ ૧૮ ગુનામાં પકડાયેલ દારૂની બોટલ નંગ ૩૨,૦૨૯ કીમત રૂ ૧,૪૨,૮૮,૬૮૦ અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં કુલ ૬ ગુનામાં પકડાયેલ બોટલ નંગ ૧૬૬ કીમત રૂ ૭૮,૮૨૨ સહીત કુલ ૨૪ ગુનામાં પકડાયેલ બોટલ નંગ ૩૨,૧૯૫ કીમત રૂ ૧,૪૩,૬૭,૫૦૨ ની કિમતનો દારૂના જથ્થાનો નાશ કરાયો હતો વાંકાનેર પ્રાંત અધિકારી, ડીવાયએસપી, નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના અધિકારીની હાજરીમાં દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો