Morbi,તા.30
લુણસર ચોકડી પાસે આવેલ ગેરેજમાં શટર ઊંચું કરી અજાણ્યો ઇસમ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી વાંકાનેર સીટી પોલીસે આરોપીને ઝડપી લઈને સોનાની વીંટી, ચાંદીની લક્કી અને રોકડ સહીત ૬૫,૬૯૧ નો મુદામાલ રીકવર કર્યો છે
વાંકાનેર લુણસર ચોકડીએ આવેલ તાજ કમાન ગેરેજમાં ચોરીની ફરિયાદ નોંધી વાંકાનેર સીટી પોલીસ ટીમે તપાસ ચલાવી હતી ટીમે હુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસી એક શંકાસ્પદની ઓળખ કરી હતી જે શંકાસ્પદ ઇસમ નર્સરી ચોકડી પાસે કપડાની થેલી લઈને ઉભો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી દશરથ બકાભાઈ સિંધવ/સરાણીયા (ઉ.વ.૨૦) રહે હાલ નર્સરી ચોકડી પાસે વાંકાનેર મૂળ રહે નવા ઢુવા વાળાને ઝડપી લીધો હતો આરોપી પાસેથી ચોરી થયેલ સોનાની વીંટી કીમત રૂ ૨૦,૧૨૪ એક ચાંદીની લક્કી કીમત રૂ ૧૪,૮૬૭ અને રોકડ રૂ ૩૦,૭૦૦ મળીને કુલ રૂ ૬૫,૬૯૧ નો મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે