Morbi,તા.06
ઈનોવા કાર અને દેશી દારૂ સહીત ૨.૬૦ લાખનો મુદમાલ જપ્ત
વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂની હેરાફેરી કરનાર કાર ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી લઈને ૨.૬૦ લાખનો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ બાઉન્ડ્રી ચેક પોસ્ટ ખાતે ફરજ પર હોય ત્યારે એક સિલ્વર કલરની ઈનોવા કાર જીજે ૧૦ એફ ૮૧૬૦ વાળીમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવી રાજકોટ અથવા વાંકાનેર જવાની છે તેવી બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને બાઉન્ડ્રી ચેક પોસ્ટ ખાતે કાર રોકવા પ્રયત્ન કરતા રોકી ના હતી અને ભગાવી હતી જેથી ખાનગી વાહનો વડે પીછો કરી વઘાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારણે આંતરી લેવામાં સફળતા મળી હતી જે કારની તલાશી લેતા દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦ હજાર મળી આવતા દેશી દારૂ અને કાર કીમત રૂ ૨ લાખ મળીને કુલ રૂ ૨,૬૦,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે
પોલીસે આરોપી શાનબાજ આશીફ મીર રહે જોગાસર રોડ ધ્રાંગધ્રા વાલાને ઝડપી લીધો છે અન્ય આરોપી રેહાન ઇમરાન પલેજા રહે કાલિકા પ્લોટ મોરબી અને અનીલ ઉર્ફે અમરદીપ ભાભલુ ગોવાળિયા રહે ખાટડી તા. ચોટીલા વાળાના નામો ખુલતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે