Morbi,તા.23
સ્થાનિકો દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરાઈ
ધરમનગર વિસ્તારમાં ખુંટીયાના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે ખુંટીયાનો ત્રાસ ખુબ વધી ગયો છે લોકો સતત ભયના માહોલમાં જોવા મળે છે ત્યારે સ્થાનિક દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી જોકે રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે
વાંકાનેર ધરમનગરના રહેવાસી સંજયકુમાર ધીરજલાલ ગાંગહએ જીલ્લા કલેકટરને તા .૨૧ ના રોજ આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે વિસ્તારમાં ખુંટીયાનો ખુબ ત્રાસ છે ખુંટીયાઓ બહેન-દીકરીઓ અને વૃદ્ધ માણસો અહીંથી નીકળે ત્યારે ઢીકે ચડાવે છે અને રોકવા જતા સામે દોડીને પછાડી દઈને ઈજા પહોંચાડે છે અહીના રહેવાસીઓને જીવના જોખમે પસાર થવું પડે છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જોકે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે

