Rajkot,તા.21
શહેર પંથકમાં દારૂ બંધીનો કડક અમલ કરવા માટે બુટલેગરો સામે કડક સાથે કામગીરીના આદેશને પગલે દારૂના નોંધાયેલા ગુના માં ફરારી અપરાધીઓને ઝડપી લેવા શહેર પોલીસ કમિશનર બ્રજે કુમાર ઝા આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સાત મહિનાથી ફરાર સાયલા પંથકના કુખ્યાત બુટલેગરને દબોચી લીધો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા, એમ.એલ ડામોર, સીએચ જાદવ ના માર્ગદર્શન ડીસીબી પોલીસ સ્ટેશન ના પી.આઈ વિડી ડોડીયા ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ડીસીબી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સાત મહિનાથી ફરાર રામજી વિભાભાઈ સરવૈયા 30 રહે ગરાંભડી જિ, સુરેન્દ્રનગર વાળા ન ઝડપી લીધો હતો તેની સામે સૌરાષ્ટ્ર ના અલગ અલગ પોલીસ મથકમાં 8 થી વધુ ગુના નોંધાયેલા છે આ કામગીરી માં ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવ, પી.એસ.આઇ વીડી ડોડીયા, અને ટીમના દિગ્પાલ સિંહ જાડેજા, અમિતભાઈ અગ્રાવત, દિલીપભાઈ બોરીચા, દીપકભાઈ ચૌહાણ, સંજય ભાઈ રૂપાપરા, રાજેશભાઈ જલુ, પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઈ દવે, જયરાજભાઇ કોટીલા એ કામગીરી કરી હતી