નાસ્તા ફરતા આરોપીઓને કાયદાના સકંજામાં લેવા પોલીસ મેદાને
Rajkot,તા.15
શહેરના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા સેજાદ ઉર્ફે નવાબ જલવાણી અને અયાન અજલાની સહિત બે બુટલેગરોને ઝડપી લે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે
શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી કરી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલા આદેશના પગલે યુની પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શીતલ પાર્ક મેન રોડ પર અસલમ ભાઈ સંધિના મકાનમાં ભાડેથી રહેતા સેજાદ ઉર્ફે નવાબ સુલતાન ભાઈ જલવાણી, અને જેતપુરના પીઠડીયા ગામે રહેતા અયાન દિલાવર ભાઈ અજલાણી સહિત બંને શકશો વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હોય અને રજા ગામ પંપિંગ સ્ટેશન પાસે હોવાની હેડ કોન્સ્ટેબલ વિદ્યુતસિંહ જાડેજા પ્રતાપસિંહ મોયા અને વિજુભા જાડેજા ને મળેલી બાતમીના આધારે ડિસ્ટર્બ ના પી.એસ.આઇ વીજી ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી ઉપરોક્ત બંને શખ્સને ઝડપી લીધા હતા . ઝડપાયેલા સેજાદ જલવાણી સામે ગાંધીગ્રામ પોલીસ મથકના ચોપડે હત્યા, યુનિવર્સિટી પોલીસ મથકના ચોપડે એટ્રોસિટી , મારામારી અને દારૂ સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.