લેન્ડ ગ્રેબીગ અને બળજબરીથી રૂપિયા કઢાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો
Jetpur,તા.15
જેતપુર શહેર પોલીસ મથકના ચોપડે લેન્ડ ગ્રેબીગ અને બળજબરીથી રૂપિયા કઢાવવાના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા નઝીમ હબીબ પલેજા નામના માથાભારે શખ્સને એલસીબી એ ગોંડલ તાલુકાના રીબડા ચોકડી પાસેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી અટકાવવા માટે ગુનાઓ કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે એલસીબીના પી.આઈ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જેતપુર શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા છાયાબેન કિશોરભાઈ બાટલીયા ના મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી ખોટા આક્ષેપો કરી ધાક ધમકી આપી તેમજ બળજબરી થી પૈસા કઢાવવા અને લેન્ડ ગ્રેબીગ
સહિત બે ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો જેતપુર ગુજરાતી વાળી શ્રી પાર્કમાં રહેતો નજીમ હબીબ પલેજા નામનો શખ્સ ગોંડલ તાલુકાના રીબડા ચોકડી પાસે હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચસી ગોહિલ એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અમિત સિંહ જાડેજા ઇન્દ્રસિંહ જાડેજા જયવીર સિંહ રાણા અને અનિલભાઈ ગુજરાતી સહિતના શકશે કરોડો પાળી નજીમ હબી ભલે જાની ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસ મથકને હવાલે કરતા કરતા જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફને જાણ કરતા તેઓએ કબજો લેવા માટે તજવીજ હાથ ધરી છે