Mumbai,તા.18
અભિનેતાઓના ઘણાં ઘર હોય છે અને દરેક ઘર સાથે તેમની સારી યાદો જોડાયેલી હોય છે. પરંતુ એક એવી અભિનેત્રી છે, જેના ઘરે તેના સાથે એવું કંઈ બન્યું કે જે તે ક્યારેય ભૂલી શકી નથી. આજે તમને અમે બોલિવૂડની એવી અભિનેત્રી વિશે જણાવીશું, જેનું ઘર તેના માટે બહુ ડરામણી ઘટના બની હતી. અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી હેમા માલિનીની…
એ સમયની વાત છે જ્યારે બોલિવૂડની ઇન્ડસ્ટ્રીમાં હેમા માલિની નવી અભિનેત્રી હતી. હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યા બાદ તે તેના પરિવાર સાથે જુહૂના એક બંગલામાં શિફ્ટ થઈ હતી. હેમાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં તેને થયેલો ડરામણા અનુભવ વિશે જણાવ્યું હતું. હેમાએ કહ્યું, ‘અમે અનંતસ્વામી ઘરમાં શિફ્ટ થયા હતા. તે નાનું એપાર્ટમેન્ટ હતું. ત્યારબાદ અમે જુહૂના બંગલામાં શિફ્ટ થયા હતા. ત્યાં મને ડરામણો અનુભવ થયો હતો.’હેમાએ વધુ જણાવતા કહ્યું, ‘મારી દરેક રાત એક ખરાબ સપના જેવી હતી. દરેક રાત્રે મને એવું લાગતું કે કોઈ મારું ગળું દબાવી રહ્યું છે. મને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. હું મારી મમ્મી સાથે સૂતી હતી, મમ્મી પણ જાણતી હતી કે હું કેટલી હેરાન થઈ રહી છું. જો આ 1-2 વાર થયું હોત તો હું અવગણના કરી લેતી, પરંતુ આવું મારી સાથે તો દરરોજ થતું હતું.’