Brisbane,તા.10
ઓસ્ટ્રેલિયામાં T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ટીમની 2-1થી જીત બાદ ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને `ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ મળ્યો. રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પોસ્ટ કરાયેલ `ડ્રેસિંગ રૂમ BTS’ શીર્ષકવાળા વિડીયોમાં, ટીમ ઓપરેશન્સ મેનેજર રાહિલ ખાજાએ તેમને એવોર્ડ આપ્યો.
“અહીં આવીને ઓસ્ટ્રેલિયામાં રમવાની તક મળવી અદ્ભુત છે. જીતમાં યોગદાન આપવા બદલ ખુશ છું,” 26 વર્ષીય સુંદરે એવોર્ડ મેળવ્યા પછી કહ્યું. `ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ’ એ બીસીસીઆઈ દ્વારા દ્વિપક્ષીય શ્રેણીમાં નિર્ણાયક યોગદાન આપનારા ખેલાડીઓનું સન્માન કરવા માટે રજૂ કરાયેલ પ્રમાણમાં નવો સન્માન છે. રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં એવોર્ડ મળ્યો હતો.

