શહેરના તરસમિયા ફિલ્ટર પ્લાન હેઠળ આવતા કાળિયાબીડ, ઘોઘારોડ, અધેવાડ, તળાજા રોડ સહિતના વિસ્તારોમાં સવારે ૯-૩૦ કલાક બાદ થતું પાણી વિતરણ ઠપ્પ રહ્યું હતું. અચાનક અને અણધાર્યો પાણીકાપ ઝીંકવામાં આવતા હજારો નાગરિકો સવારથી બપોર અને બપોરથી રાત સુધી પાણીની રાહે બેઠા રહ્યા હતા. ઘરમાં વાપરવા માટે પાણી ન હોવાથી ઘણાં લોકોની હાલત કફોડી બની હતી.ઉલ્લેખનિય છે કે, શહેરને પાણીની જરૂરિયાતમાંથી ૭૦ એમએલડી પાણી મહિપરીએજમાંથી મળે છે. પરંતુ મહિપરીએજની કેનાલના રિપેરીંગના વાંકે અને અધૂરામાં પૂરૂં વીજકાપના કારણે છેલ્લા દસેક દિવસથી પાણીનું વિતરણ અનિયમિત થઈ રહ્યું છે. મંગળવારથી નિયમિત પાણી આપવાના દાવાની આજે ફરી હવા નીકળી ગઈ હતી. છેલ્લા ૧૦ દિવસથી પાણીના ધાંધિયા રહેતા લોકો ગળે આવી ગયા છે. ત્યારે મહાપાલિકા હવે શહેરીજનોના મૌનની પરીક્ષા લેવાની બંધ કરે તેવી રોષ સાથે લાગણી વ્યક્ત કરાઈ રહી છે.
Trending
- ફિલ્મોમાં બીફને લગતા ઉલ્લેખો પર Censor board પ્રતિબંધ મૂકશે
- ક્વીનનો સર્જક Vikas Bahl અલીઝેહ અને રાઘવ સાથે ફિલ્મ બનાવશે
- Varun નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ
- Lakshya- અનન્યાની ચાંદ મેરા દિલની રીલિઝ ડેટ હજુ પણ નક્કી નહિ
- PM Modi અમેરિકી પ્રમુખ ટ્રમ્પથી ડરે છે: રાહુલનો આક્ષેપ
- 2040માં Gold ના ભાવ ખાનગી જેટ વિમાન જેટલા થઈ જશેઃ રસપ્રદ સરખામણી
- ચેન્નઈમાં Silver નો ભાવ રૂા.2 લાખથી વધી ગયો
- દેશના ગ્રાહકોના હિતોને પ્રાધાન્ય : ટ્રમ્પના વિધાનનો જવાબ