Morbi,તા.23
મહિલાઓનો મોરચો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યો
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આવેલ વાણીયાવાળી સોસાયટીમાં નિયમિત પાણી આવતું ના હોવાથી આજે મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો અને મ્યુનીસીપલ કમિશ્નરને લેખિત આવેદન પાઠવ્યું હતું
મોરબી મહેન્દ્રનગર ચોકડી સામે આવેલ વાણીયાવાળી સોસાયટીના રહીશોએ આજે મહાપાલિકાના કમિશ્નરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું હતું કે સોસાયટીમાં ૯ થી ૧૦ દિવસે પાણી પુરવઠો આપવામાં આવે છે જે દિવસે પાણી વિતરણ કરવામાં આવે તે દિવસે પાંચથી છ કલાક પાણી છોડવામાં વે છે સોસાયટીના મોટાભાગના મકાનમાં ૩ થી ૪ દિવસની જરૂરિયાત મુજબ પાણી સંગ્રહ કરવા માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની વ્યવસ્થા છે પરંતુ નવથી દશ દિવસે પાણી વિતરણ કરાતું હોવાથી ટેન્કર મંગાવવા પડે છે પાણી માટે સોસાયટીના સામાન્ય રહીશોને ઘણો મોટો ખર્ચ કરવો પડે છે સોસાયટીમાં દરરોજ મર્યાદિત સમય માટે પાણી આપવામાં આવે અથવા ત્રણ દિવસે ત્રણથી ચાર કલાક પાણી વિતરણ કરાય તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે