Vadodara,તા.01
મહી નદી ખાતેના ફાજલપુર કુવાથી પાણી ઓછું મળતા શહેરમાં લાલબાગ પાણીની ટાંકીના અંડરગ્રાઉન્ડ સંપમાં લેવલ મેન્ટેન નહીં થતું હોવાથી વિસ્તારમાં પાણી પૂરતું અને પ્રેશરથી નહીં મળતું હોવાની બૂમ ઊઠી છે. લાલબાગ ટાંકી ખાતે અઠવાડિયાથી પાણીનું લેવલ આશરે 4 ફૂટ ઓછું થાય છે. જેના કારણે આ ટાંકીના કમાન્ડ એરિયામાં વહીવટી વોર્ડ નંબર 13, બકરાવાડી બુસ્ટર, માંજલપુર અને દંતેશ્વર જેવા વિસ્તારમાં પણ અસર પડી છે.
ફાજલપુરથી જેલ રોડ ટાંકી, લાલબાગ ટાંકી, બકરાવાડી બુસ્ટર વગેરેને પાણી વિતરણ થાય છે. લાલબાગ ટાંકીના સંપમાં માંડ નવ ફૂટ લેવલ થાય છે. જેના કારણે આશરે 8 ઝોનમાં પાણીનું પ્રેશર રહેતું નથી અને લોકોને માંડ 25 મિનિટ જેટલું પાણી મળે છે. ભર ચોમાસામાં લોકો તકલીફ ભોગવી રહ્યા છે. ફાજલપુર કૂવાની રેડિયલ ની સફાઈ કરીને પાણી પૂરતું મળી રહે તે માટે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કોર્પોરેટરે કમિશનરને અને સરકારમાં રજૂઆત કરી છે.