Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New parliamentમાં પાણી ટપકવા લાગ્યું, નીચે ડોલ મૂકી તો વિપક્ષે મજાક ઉડાવી
    રાષ્ટ્રીય

    New parliamentમાં પાણી ટપકવા લાગ્યું, નીચે ડોલ મૂકી તો વિપક્ષે મજાક ઉડાવી

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.01

    દેશની રાજધાની દિલ્હી(Delhi) બુધવારે(31 જુલાઈ) સાંજે ભારે વરસાદને પગલે પાણી-પાણી થઈ ગઈ હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. ત્યારે હવે નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતાં જ વિપક્ષી પક્ષોએ સરકાર પર નિશાન સાધીને જૂના સંસદ ભવન સાથે તેની સરખામણી કરી રહ્યા છે. અનેક વિપક્ષી નેતાઓએ આ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આકરી પ્રતિક્રિયા આપી હતી.

    નવી સંસદ કરતા જૂની સંસદ સારી હતી : અખિલેશ યાદવ

    સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં સાંસદો પણ આવીને મળી શકતા હતા. તો જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકાર(BJP Government)માં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઇનનો ભાગ છે કે પછી…’

    કૉંગ્રેસ સાંસદે પણ સરકાર પર નિશાન સાધ્યું

    અખિલેશ ઉપરાંત કૉંગ્રેસ સાંસદ (Congress MP) મણિકમ ટાગોરે (Manickam Tagore) પણ એક્સ પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ સાંસદે લખ્યું છે કે, ‘બહાર પેપર લીક, અંદર પાણી લીક. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણીનું લીકેજ નવા સંસદ ભવનમાં હવામાન સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડી રહી છે. નિર્માણ પૂરું થયાના એક વર્ષ બાદ જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.’

    આજે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ

    દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી(Atishi Marlena)એ ભારે વરસાદને કારણે આજે (01 ઑગસ્ટ) શહેરની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે ‘બુધવારે સાંજે ખૂબ જ ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ સરકારી અને ખાનગી શાળાઓ પહેલી ઑગસ્ટે બંધ રહેશે.’ ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભારે વરસાદને કારણે રોબિન સિનેમા પાસે એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. અન્ય એક ઘટનામાં દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંતકુંજમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.

    New-Parliament opposition-made-fun Water-Leakage-in-New-Parliament
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Salman Khurshid પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,પાડોશી દેશમાં કોઈનું નિયંત્રણ નથી

    May 31, 2025
    રાષ્ટ્રીય

    હું બધા કાર્યકરોને કહું છું કે પૈસા કમાવવા જોઈએ, પરંતુ રાજકારણ પૈસા કમાવવાનો વ્યવસાય નથી,Gadkari

    May 31, 2025
    રાષ્ટ્રીય

    થરૂરના વાંધાને કારણે કોલંબિયાને તેની ‘ભૂલ’નો અહેસાસ, પાકિસ્તાનને મોકલવામાં આવેલ શોક સંદેશ પાછો ખેંચી લીધો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Red alert, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરાઇ

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Pakistani જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    મુખ્તાર અંસારીના ધારાસભ્ય દીકરાને 2 વર્ષની સજા, MP-MLA કોર્ટનો ચુકાદો

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.