Amreli તા.18
ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક પાણી પુરવઠા વિભાગની પાણીની ટાંકી ધરાશે થઈ હતી આ પાણીની અંદાજિત 25 વર્ષ પહેલા બનેલી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે બપોરે અંદાજિત 3 વાગે પાણીની ટાંકી ધરાસાઈ થતા લાખો લેટર પાણીનો વેદ ફાટ થયો હતો અને ખાંભા નાગેશ્રી હાઇવે રોડ પર પાણીના વહેણમાં માર્ગની ટાંકીનું બાંધકામ પણ માર્ગો પર આવી જતા માર્ગ બંધ થયો હતો અને આજુ બાજુમાં રહેતા રહીશોના મકાનોને નાની મોટી નુકસાની પણ થઈ હતી સદનશી બે મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે આ ઘટનાની જાણ હતા ખાંભા મામલતદાર પોલીસ સ્ટાફ તેમજ પાણી પુરવઠા વિભાગ ઇજનેર સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોની મુલાકાત લીધી હતી આ પાણીની ટાંકીમાંથી 7 જેટલા ગામો ને પાણી આપવામાં આવતું હતું હવે આ ગામો પાણી કઈ રીત મળશે તેવો લોકોમાં સવાલ ઊઠ્યો છે
મોટા બારમણ ગામના ઉપસરપંચ દેવશીભાઈએ જણાવ્યું હતું કે આ પાણીની ટાંકી અંદાજિત 20 થી 25 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને આ પાણીની ટાંકીમાંથી સાત જેટલા ગામોને પાણીનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ આ ટાંકી બનાવ્યા બાદ કોઈ પ્રકારની મરામત કરવામાં આવી નથી અને જો મરામત કરવામાં આવી હોત તો આવે દુર્ઘટના ન ઘટે અને આ ટાકાની આજ દિન સુધીમાં કોઈપણ પ્રકારની પાણી પુરવઠા વિભાગે મરામત કરવામાં આવતી નથી એવા ઉપસરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.