Islamabad,તા.07
બે દિવસ પૂર્વે ભારતના આર્મી ચીફ દ્વિવેદીએ કહ્યું હતું કે, હવે જો પાકિસ્તાન ત્રાસવાદને ટેકો આપવાનું ચાલુ રાખશે તો તે નકશા ઉપરથી ભૂંસાઈ જશે. આ પૂર્વે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સરક્રિક વિવાદ સંદર્ભે પાકિસ્તાનને આપેલી ચેતવણીનો બે દિવસ પછી જવાબ આપતા હોય તેમ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ અલીએ રવિવારે સાંજે ભારતને ધમકી આપતાં કહ્યું હતું કે, ભારત જો યુદ્ધ કરશે તો તે યુદ્ધ વિમાનોના ભંગાર નીચે દટાઈ જશે.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કોઇપણ વગર વિચાર્યું પગલું ભરવા સામે ચેતવ્યું હતું.
પાકિસ્તાનના પંજાબમાં ભાવલપુર પાસેની લશ્કરી છાવણીઓ વિષે જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન હવે જો ત્રાસવાદી હુમલા કરશે તો ભારત તેની સામે એવી સજ્જડ કાર્યવાહી કરશે કે તે વિશ્વ ફલક ઉપરથી ભૂંસાઈ જ જશે.એરચીફ માર્શલ એ.પી. સિંહે પણ આવી જ ધમકી ઉચ્ચારી હતી. જયારે સરક્રિકની મુલાકાતે ગયેલા સંરક્ષણ મંત્રીએ પણ આવી જ ધમકી ઉચ્ચારી હતી. તેના જવાબમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ઉપલી ધમકી આપી હતી.