New Delhi,તા.29
સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે આપણે ત્યાં મતભેદ હોઈ શકે છે, મનભેદ નથી. અમારો દરેક સરકારો રાજય સરકારો, કેન્દ્ર સરકારો બન્નેની સાથે સારો સમન્વય છે. પરંતુ કેટલીક વ્યવસ્થા એવી પણ છે જેમાં કેટલોક આંતરિક વિરોધાભાસ છે, કુલ મળીને વ્યવસ્થા એ છે, જેનો અવિષ્કાર અંગ્રેજોએ શાસન કરવા માટે કર્યો હતો.
એટલે આપણે કેટલાક સુધારા કરવા પડશે. અમે ઈચ્છીએ છીએ કે કંઈક થાય. ભલે જ ખુરશી પર બેઠેલ વ્યક્તિ અમારા માટે પુરી રીતે સમર્પિત હોય પણ તેણે કરવું પડશે અને તે જાણે છે કે તેમાં શું વિધ્ન છે. આપણે તેને સ્વતંત્રતા આપવી પડશે.
આરએસએસ ભાજપ માટે નિર્ણય લે છે એ સાચું નથી. જે.પી.નારાયણથી માંડીને પ્રણવ મુખર્જી સુધીનાએ અમારા બારામાં પોતાનો દ્દષ્ટિકોણ બદલ્યો છે.