Islamabadતા.4
ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન પર ઉંડા ઘાવ સર્જયા છે તે હજુ સુધી આ દેશ ભૂલી શકતો નથી અને હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાનના સલાહકાર રાના શાનુવાલાએ સ્વીકાર કર્યો કે ભારતે જે રીતે પાકિસ્તાનના એરબેઝ પર બ્રહ્મોસ સહિતના મીસાઈલથી હુમલો કર્યો પછી અમારે જવાબ માટે અમારા 30થી 45 સેકન્ડ પણ રહી નહોતી. અને અમે એ ચિંતા કરતા હતા કે કયાંક આ અણુ શસ્ત્રનો તો હુમલો થયો નથીને?
આમ પાકિસ્તાન પુરી રીતે ભારતીય હુમલાથી ગભરાઈ ગયું હતું. જયારે નૂરખાન એરબેઝ પર ભારતનું બ્રહ્મોસ મીસાઈલ ત્રાટકયું ત્યારે અમોને એ ચિંતા હતી કે તેમા અણુ શસ્ત્ર હોઈ શકે અને લગભગ 30 સેકન્ડ સુધી સૌ કોઈ ગભરાટમાં હતા.
પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ સાથીની વાતચીતમાં કહ્યું કે હું એમ કહેવા નથી માંગતો કે ભારતે અણુ હુમલો ન કર્યો તે સારૂ કામ કયુર્ં છે પરંતુ અમારી તરફ અત્યંત ગેરસમજ હતી.
તેનાથી અમે પણ અણુ શસ્ત્રનો હુમલો કરવા જઈ શકતા હતા અને તેનાથી દુનિયામાં અણુ યુધ્ધ છેડાયું હોત તે નિશ્ચિત છે. નુરખાન એરબેઝ પર ભારતના હુમલાથી નુકશાની થઈ હતી અને તેથી પાકિસ્તાન પાસે ભારતને વિનંતી કરવા સીવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.