UAE,તા.11
એશિયા કપ 2025ની ઓપનિંગ સેરમની પહેલા જ UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે ભારત અને પાકિસ્તાન જેવી મજબુત ટીમને ચેતવણી આપી છે. વસીમનું કહેવું છે કે તેની ટીમ આ બે ટીમમાંથી કોઇ એક ટીમને હરાવી શકે છે. જણાવી દઈએકે એશિયા કપ 2025ના ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન અને ઓમાનની સાથે તો છે પણ આ ટીમે અત્યાર સુધી કોઇ ભારત કે પાકિસ્તાન સામે ક્યારે જીતી નથી. પણ વસીમને એવી આશા છે કે તે આ ટુર્નામેન્ટમાં તે એશિયા કપની મજબૂત ટીમને ટક્કર આપી જીત મેળવી શકે છે. UAE ICC T20 ટીમ રેન્કિંગમાં 15મા સ્થાને છે જ્યારે ભારત નંબર વન પર છે અને પાકિસ્તાન સાતમા સ્થાને છે.
વસીમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘અમે છેલ્લા બે-ત્રણ મહિનાઓથી સતત પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. હવે અમને વિશ્વાસ છે કે આ ફોર્મેટમાં અમે કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. પહેલી મેચ રમ્યા પછી જ ખરબ પડશે કે અમારુ પર્ફોમન્સ કેવું છે. અમે ઓમાનને હરાવી શકીએ છીએ અને આ દિવસોમાં અમે ભારત-પાકિસ્તાનમાંથી કોઇ એક ટીમને નિશાનો બનાવી સુપર ફોરમાં એન્ટ્રી મારવાની કોશિશ કરીશું.’
વસીમે કહ્યું કે, ‘જેટલી વાર અમે ટેસ્ટ રમતા દેશ સાથે રમીશુ અને હરાવીશુ તો અમને તેમાં મદદ મળશે અને ટીમની રેન્કિંગ પણ સુધરશે. મને લાગે છે કે હવે આ ટીમ અમારા નિશાના પર છે. અમારી સામે અફઘાનિસ્તાન ટીમનો દાખલો છે. અમને પણ આવુ જ કરવું છે’