નવીદિલ્હી,તા.૨૫
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર ફિલ સોલ્ટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હારને સકારાત્મક રીતે લીધી, અને કહ્યું કે તે આઇપીએલ પ્લે-ઓફ કરતાં લીગ સ્ટેજમાં આવી હાર પસંદ કરશે. ૨૩૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમમાં સોલ્ટ (૬૨) અને અનુભવી વિરાટ કોહલી (૪૩) એ આરસીબીને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તેઓ એક બોલ બાકી રહેતા ૧૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
આરસીબી પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે અને સોલ્ટે કહ્યું કે આ હારથી ટીમનો આત્મવિશ્વાસ ઓછો થવો જોઈએ નહીં. તેમણે કહ્યું, ’આ પરિણામને જોવાની બીજી રીત પણ છે.’ તમે તેનાથી થોડા નિરાશ થઈ શકો છો પણ તમે પ્લેઓફમાં આવું પરિણામ નથી ઇચ્છતા. અમે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છીએ. આપણે એક મેચ હારી ગયા છીએ. કોઈ પણ ક્રિકેટ મેચ હારવા માંગતું નથી. હું અને સમગ્ર આરસીબી આનાથી નિરાશ છીએ. તમે આ પરિણામ એલિમિનેટરમાં જોવા માંગતા નથી, તેથી હાલ માટે તે ખરાબ નથી.
આ આક્રમક બેટ્સમેને કહ્યું, ’આપણે આમાંથી શીખવાની જરૂર છે.’ આપણે કઈ બાબતો સારી રીતે કરી શકીએ છીએ અને કઈ સારી રીતે ન કરી શકીએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે આનો ફરીથી વિચાર કરીશું. આ હાર બાદ, ઇઝ્રમ્ની ટોચની બે ટીમોમાં સ્થાન મેળવવાની આશા હવે અન્ય પરિણામો પર નિર્ભર છે. લખનૌ સુપરજાયન્ટ્સ સામેની છેલ્લી લીગ મેચમાં જીત મેળવવાથી પણ ટીમના ફક્ત ૧૯ પોઈન્ટ થશે. સોલ્ટે કહ્યું કે ટીમ તેમના અંતિમ લીગ સ્થાન વિશે ખૂબ ચિંતિત નથી.
“હું અહીં બેસીને એમ ન કહી શકું કે અમને પ્રથમ, બીજા, ત્રીજા કે ચોથા સ્થાને રહેવાનું ગમે છે. અમે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છીએ અને એકવાર તમે પ્લેઓફમાં પહોંચી જાઓ છો, ત્યારે તમારે નિર્ભયતાથી રમવું પડશે અને ટ્રોફી જીતવા માટે તમારાથી બનતું બધું કરવું પડશે.”
એસઆરએચના સહાયક કોચ સિમોન હેલ્મોટે જણાવ્યું હતું કે ટીમ ટોચના પાંચમાં સ્થાન મેળવવા માટે કટિબદ્ધ છે.એસઆરએચએ સિઝનની શરૂઆત સારી રીતે કરી હતી પરંતુ ૧૩ મેચમાં સાત હાર અને પાંચ જીત સાથે તે આઠમા સ્થાને સરકી ગયું છે. ટીમને તેના વધુ પડતા આક્રમક અભિગમની કિંમત ચૂકવવી પડી અને હેલ્મોટે સ્વીકાર્યું કે તેને સતત ભાગીદારી બનાવવામાં સંઘર્ષ કરવો પડ્યો.
“આ એવી વાત છે જેના વિશે આપણે વાત કરી છે,” તેમણે કહ્યું. આપણે હંમેશા બુદ્ધિ અને હોશિયારીથી ક્રિકેટ રમવાની વાત કરી છે. આમાં મેદાન અને ટીમની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે જેથી આપણે મેચ-વિનિંગ સ્કોર પોસ્ટ કરી શકીએ. લીગના છેલ્લા તબક્કામાં થોડી મેચ જીતવી સારી વાત છે. અમે અમારા હોમ ગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન કર્યું. તે મેચમાં પણ અમે સારી સ્થિતિમાં હતા, પરંતુ વરસાદને કારણે તે મેચ ધોવાઈ ગઈ. છેલ્લી ત્રણ મેચ અમારા માટે શાનદાર રહી છે.