Gondal, તા. 21
ગુજરાતી ફિલ્મ “લાલો કૃષ્ણ સદા સહાયતે” ની ટીમે ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ઓસ્ટોન સિનેમાની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ગત 12 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને ગોંડલના દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે સિનેમાઘરોમાં ઉત્સવનો માહોલ છવાયો છે.
ફિલ્મના દિગ્દર્શક અંકિત સખીયા જે ગોંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામના વતની છે. અને ‘લાલો’ (કૃષ્ણ)નું પાત્ર ભજવનાર અભિનેતા શ્રૃહાદ ગોસ્વામી સહિતની ટીમ ગોંડલ આવી પહોંચી હતી.
ગોંડલના ઓસ્ટોન સિનેમામાં આ ફિલ્મ હાલમાં ત્રણ સ્ક્રીન પર ચાલી રહી છે. દિવસ દરમિયાન રોજના 12 જેટલા શો યોજાઈ રહ્યા છે અને તમામ શો હાઉસફૂલ જઈ રહ્યા છે.દર્શકોનો આ અપાર પ્રેમ જોઈને ફિલ્મની ટીમ ભાવુક થઈ હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડિરેક્ટર અંકિત સખીયાએ ફિલ્મની વિશેષતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મની વાર્તા “આપણા બધાની વાર્તા છે.” કદાચ આજના સમયમાં પ્રભુ આવે તો શું કહે? બસ હું તો એટલું જ કહું છું કે કૃષ્ણ આપણને મળવા આવ્યા હતા, આપણે કૃષ્ણને મળવા જતા હોય અને આપણને કૃષ્ણ મળવા આવે તો ખાસ કૃષ્ણ અને તમે મળવા જજો સિનેમા ઘરોમાં, મોબાઇલમાં ન જોતા કોઈ.
ફિલ્મ નું શૂટિંગ જૂનાગઢ, દ્વારકા, ભાલકા, સોમનાથ સહિત સૌરાષ્ટ્રની ધરતી (કાઠિયાવાડ) પર કરવામાં આવ્યું છે. લખવાથી લઈને રિલીઝ સુધીમાં સવા બે વર્ષનો સમય લાગ્યો. છે. શૂટિંગ દરમિયાન ગાયોનું અચાનક આવવું જેવા અલૌકિક અને ચમત્કારિક અનુભવો થયા. અંકિત સખીયાએ જણાવ્યું કે, “અમે લોકો નિમિતપાત્ર છીએ, સાચું ડિરેક્ટર તો કાળીયો ઠાકર છે.” વધુ સાડા 6 કરોડ ગુજરાતીઓમાંથી ઓછામાં ઓછા એક કરોડ લોકો સુધી આ ફિલ્મ પહોંચાડવાની છે.

