૧૨ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ જમૈકામાં જન્મેલા, લૌરી વિલિયમ્સે ૧૯૮૯-૯૦માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું
Jamaica, તા.૭
એક મહાન ક્રિકેટરની કાર બસ સાથે અથડાઈ અને આ અકસ્માતમાં તેનું નિધન થયું. આ ઘટનાએ વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરી દીધું. ૮ સપ્ટેમ્બરનો એ દિવસ ક્રિકેટ જગત માટે કાળો દિવસ હતો. આ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર લૌરી વિલિયમ્સે રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ૧૨ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ જમૈકામાં જન્મેલા, લૌરીએ ૧૯૮૯-૯૦માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના મધ્યમ ગતિ બોલર લૌરી વિલિયમ્સ તેની સ્વિંગ અને સટિક લાઇન-લેન્થ માટે જાણીતો હતો.
લૌરી વિલિયમ્સ ઘરેલુ ક્રિકેટમાં ચમક્યો. શાનદાર પ્રદર્શન કરીને તેણે ટીમને ઘણી યાદગાર જીત અપાવી. ૩૦ માર્ચ ૧૯૯૬ના રોજ લૌરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યું. ભલે તે મેચમાં બે ઓવર ફેંકનાર લોરી કોઈ વિકેટ લઈ શક્યો નહોતો, પરંતુ તેણે આગલી મેચમાં પોતાને સાબિત કરી દીધો. લોરીએ ૩ એપ્રિલે જ્યોર્જટાઉનમાં ન્યુઝીલેન્ડ સામે ૪.૫ ઓવર ફેંકી હતી, જેમાં તેણે માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ તેની ટીમ ચાર રનના નજીકના માર્જિનથી મેચ હારી ગઈ હતી. લૌરી વિલિયમ્સનો મેદાન પરનો જુસ્સો અને સમર્પણ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ હતો, પરંતુ કમનસીબે આ ખેલાડી લાંબા સમય સુધી પોતાની પ્રતિભા બતાવી શક્યો નહીં. ૮ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ ૩૩ વર્ષીય લૌરી તેના ૨૩ વર્ષીય ભાઈ કેવિન જેનિસન સાથે કારમાં હતો. બંને પોતાના ઘરે જઈ રહ્યા હતા. લૌરી આ કાર ચલાવી રહ્યો હતો. કિંગ્સ્ટન નજીક પોર્ટમોર ઉપનગરમાં ખાડાથી બચવા માટે લૌરી વિલિયમ્સે પોતાની કાર ફેરવી અને કાર નિયંત્રણ બહાર થઈ ગઈ અને બસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં લૌરી અને તેના ભાઈએ જીવ ગુમાવ્યા.
૧૯૯૬થી ૨૦૦૧ની વચ્ચે લૌરી વિલિયમ્સે વેસ્ટ ઈન્ડિઝ માટે ૧૫ર્ ંડ્ઢૈં મેચ રમી, જેમાં તેણે ૩૦.૮૮ની સરેરાશથી ૧૮ વિકેટ લીધી. તેણે ટીમના ખાતામાં બેટથી ૧૨૪ રનનું યોગદાન આપ્યું. જો આપણે વિલિયમ્સની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ૫૮ મેચોમાં ૨૩.૧૭ની સરેરાશથી ૧૭૦ વિકેટ લીધી હતી. બેટિંગમાં ત્રણ સદી અને સાત અડધી સદી ફટકારતા, વિલિયમ્સે ૨,૦૦૨ રન બનાવ્યા હતા. ૭૦ લિસ્ટ-એ મેચોમાં, વિલિયમ્સે ૨૭.૮૪ની સરેરાશથી ૭૯ વિકેટ લીધી હતી અને ૬૬૭ રન પણ બનાવ્યા હતા.