Mumbai,તા.10
આઠ મહિના સુધી નંબર 1 ઃ
વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ અત્યાર સુધી વિશ્વભરમાં ગ્રોસ કલેક્શન કલેક્શનની દ્રષ્ટિએ ટોપ 10 લિસ્ટમાં શાસન કરી રહી હતી. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. જો કે 02 ઓક્ટોબરે રિલીઝ થયેલી રિષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર 1’એ નંબર વન ખુરશી છીનવી લીધી હતી અને છાવાને બીજા નંબર પર ધકેલી દીધી હતી.
ત્રીજા નંબર પર લવ સ્ટોરી
ટોપ 10ની યાદીમાં ત્રીજા નંબર પર અહાન પાંડે અને અનિત પડ્ડા અભિનીત ફિલ્મ ‘સૈયારા’ છે. 18મી જુલાઈએ રજૂ થયેલી બોલિવૂડ ફિલ્મે આશરે 579.23 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. રજનીકાંતની ફિલ્મ ‘કુલી’ 675 કરોડના કલેક્શન સાથે ચોથા નંબર પર છે.

