Nepal,તા.09
નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ વિરોધ રેલી માટે યુવાનોને સંગઠિત કરવામાં આવ્યા હતા. આઠ સપ્ટેમ્બરની સવારમાં લાખોની સંખ્યામાં નેપાળના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એક કૉલ પર નેપાળના રસ્તાઓ પર ઉમટી પડે છે. તેઓના મનમાં પહેલાંથી જ ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા, અને ગેરવહીવટ વિરૂદ્ધની ચિન્ગારી સળગી રહી હતી. એવામાં નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદતાં આ ચિન્ગારીએ આગનું સ્વરૂપ એક એનજીઓ હામી નેપાળે આપ્યું હતું. ફાટી નીકળેલા હિંસક Gen-Z આંદોલનનું નેતૃત્વ હામી નેપાળ નામના એનજીઓના ફાઉન્ડર સુદન ગુરૂંગ કરી રહ્યા છે. આવો જાણીએ કોણ છે આ યુવા નેતાહામી નેપાળ એનજીઓના ફાઉન્ડર સુદન ગુરંગે યુવાનોનો ગુસ્સો ઓળખી તેને એક મંચ આપ્યું. સમગ્ર નેપાળમાં જુદા-જુદા નેટવર્ક મારફત આ રોષની જ્વાળા ભડકાવી. આ આંદોલનને વેગ અને દિશા આપનારૂ સંગઠન હામી નેપાળ 2015માં શરૂ થયુ હતું. પરંતુ તેનું રજિસ્ટ્રેશન 2020માં થયુ હતું. 36 વર્ષીય સુદન ગુરંગ એક કાર્યકર તરીકે કુદરતી આફતોમાં સહાયતા પ્રદાન કરતું એનજીઓ ચલાવી રહ્યા છે. જેને આંતરરાષ્ટ્રીય ફંડિંગ મળી રહ્યું છે. સુદન ગુરંગે આઠ સપ્ટેમ્બરના રોજ Gen-Z આંદોલનનો હુંકાર કરતાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી કે, ‘ભાઈઓ-બહેનો આઠ સપ્ટેમ્બરના દિવસે આપણે સૌ નેપાળના યુવાનો અવાજ ઉઠાવીશું, અને કહીશુંઃ હવે બહું થયું. આ આપણો સમય છે, આપણી લડાઈ છે, તે યુવાનોથી શરૂ થાય છે. આપણે સૌ અવાજ ઉઠાવીશું, મુઠ્ઠી વાળી એકતાની તાકાત બતાવીશું. આપણી શક્તિ સામે સરકારને ઝુકાવીશું.’સુદન ગુરુંગે 8 સપ્ટેમ્બરના આંદોલનને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ તરીકે રજૂ કર્યું, તેને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પરના ગુસ્સા કરતાં પણ મોટો અવકાશ મળ્યો. સુદન ગુરુંગે પહેલા ઇન્સ્ટાગ્રામ, પછી ડિસ્કોર્ડ અને VPN જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી હજારો યુવા વિરોધીઓને એકત્ર કર્યા. 27 ઓગસ્ટ, 2025ના રોજ તેણે પોસ્ટ કરી, ‘જો આપણે પોતાને બદલીશું, તો દેશ આપોઆપ બદલાઈ જશે.’ જેમાં વિશેષાધિકાર અને ભ્રષ્ટાચાર સામે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી હતી. સુદન ગુરુંગે દેશના ‘નેપો બેબીઝ’ અને રાજકીય વર્ગને નિશાન બનાવ્યા હતા.