New Delhi,તા.06
શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે ભારતીય વન-ડે ટીમની કમાન પણ સોંપી દેવામાં આવી છે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરતા નવા કેપ્ટનની પણ જાહેરાત કરી. રોહિત શર્મા બાદ ગિલ ભારતનો 28મો વન-ડે કેપ્ટન બન્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પ્રથમ વન-ડે કેપ્ટન કોણ હતા? ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વનડે મેચ ક્યારે રમી હતી? જો તમારા મનમાં પણ આવા સવાલો હોય, તો ચાલો આજે આ અંગે વિગતવાર જાણીએ. ભારતે 1974માં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી વન-ડે રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ અજીત વાડેકરે કરી હતી, જે ભારતીય વન-ડે ટીમના પ્રથમ કેપ્ટન હતા. જોકે, તે મેચમાં ભારતને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, વાડેકરનું કેપ્ટનશીપ કરિયર લાંબા સમય ન ચાલ્યું અને બે મેચ બાદ જ ભારતીય વન-ડે ટીમના કેપ્ટન બદલી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જવાબદારી શ્રીનિવાસ વેંકટરાઘવનને મળી અને તેઓ ભારતના બીજા વન-ડે કેપ્ટન બન્યા. વેંકટરાઘવને 7 મેચમાં ટીમ ઈન્ડિયાને લીડ કરી, ત્યારબાદ કેપ્ટનશીપની જવાબદારી બિશન સિંહ બેદીને સોંપવામાં આવી હતી, જેમણે ચાર વન-ડે મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
વન-ડે કેપ્ટનશીપમાં થઈ રહેલા સતત ફેરફારો બાદ ભારતને સુનીલ ગાવસ્કર મળ્યા, જેમણે લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું. ગાવસ્કરે 37 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી.
ગાવસ્કર બાદ એક મેચ માટે ગુંડપ્પા વિશ્વનાથને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ 1983 પહેલા આ જવાબદારી કપિલ દેવને સોંપી દેવામાં આવી. કપિલ દેવે 74 મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અને આ દરમિયાન તેમણે 1983નો વર્લ્ડ કપ પણ જીતાડ્યો.
ગાવસ્કર બાદ ભારતીય વનડે ટીમે પાંચ કેપ્ટન બદલ્યા પરંતુ કોઈમાં લીડરશિપ ક્વોલિટી નજર ન આવી. ત્યારબાદ 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમમાં એન્ટ્રી થઈ. અઝહરુદ્દીન 100થી વધુ વન-ડે મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ ખેલાડી બન્યા. તેમણે કુલ 175 મેચોમાં ટીમને લીડ કરી.
સચિન તેંડુલકર પણ ભારતીય વન-ડે ટીમની કમાન સંભાળી ચૂક્યા છે, અઝહરુદ્દીન પછી તેઓ 72 મેચોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહ્યા હતા.
1999માં સૌરવ ગાંગુલી આવ્યા અને તેણે ભારતીય વન-ડે ટીમની તસવીર બદલી નાખી અને દેશની સાથે-સાથે વિદેશી ધરતી પર પણ ભારતીય ટીમને જીતવાનું શીખવ્યું.
ગાંગુલી બાદ દ્રવિડ, સેહવાગ અને કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓએ કેટલીક મેચોમાં કેપ્ટનશીપ કરી, પછી એમએસ ધોનીની એન્ટ્રી થઈ જેણે ભારતીય ટીમને એક અલગ જ સ્તરે પહોંચાડી. એમએસ ધોની 200 વન-ડેમાં કેપ્ટનશીપ કરનાર એકમાત્ર ભારતીય છે. તેના નેતૃત્વમાં ભારતે 2011નો વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ત્યારબાદ બે ખેલાડીઓએ વન-ડે કેપ્ટન તરીકે ઓળખ મેળવી છે, જે વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. કોહલીએ 95 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે રોહિતે 56 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. હવે, કમાન શુભમન ગિલના હાથમાં છે, ત્યારે તે કેટલો સમય ટીમનું નેતૃત્વ કરી શકશે તે જોવું રહેશે.
ભારતીય વન-ડે કેપ્ટનની યાદી:
પ્લેયર |
પ્રથમ મેચ |
મેચ |
જીત |
હાર |
અજીત વાડેકર |
13/07/1974 |
2
|
0 (0.00%)
|
2 (100.00%) |
એસ. વેંકટરાઘવન
|
07/06/1975
|
7
|
1 (14.29%)
|
6 (85.71%) |
બિશન સિંહ બેદી |
21/02/1976
|
4
|
1 (25.00%)
|
3 (75.00%) |
સુનીલ ગાવસ્કર |
06/12/1980
|
37
|
14 (37.84%)
|
21 (56.76%) |
ગુંડપ્પા વિશ્વનાથ |
15/02/1981
|
1
|
0 (0.00%)
|
1 (100.00%) |
કપિલ દેવ |
12/09/1982
|
74
|
39 (52.70%)
|
33 (44.59%) |
સૈયદ કિરમાણી |
17/12/1983
|
1
|
0 (0.00%)
|
1 (100.00%) |
મોહિન્દર અમરનાથ |
31/10/1984
|
1
|
0 (0.00%)
|
0 (0.00%) |
રવિ શાસ્ત્રી |
27/01/1987
|
11
|
4 (36.36%)
|
7 (63.64%) |
દિલીપ વેંગસરકર |
08/12/1987
|
18 |
8 (44.44%)
|
10 (55.56%) |
કે શ્રીકાંત |
13/10/1989
|
13
|
4 (30.77%)
|
8 (61.54%) |
મોહમ્મદ અઝહરુદ્દીન |
01/03/1990
|
175
|
90 (51.43%)
|
77 (44.00%) |
સચિન તેંડુલકર |
28/08/1996
|
72
|
23 (31.94%)
|
42 (58.33%) |
અજય જાડેજા |
20/05/1998
|
13
|
8 (61.54%)
|
5 (38.46%) |
સૌરવ ગાંગુલી |
05/09/1999
|
147
|
76 (51.70%)
|
66 (44.90%) |
રાહુલ દ્રવિડ |
14/12/2000
|
79
|
42 (53.16%)
|
33 (41.77%) |
અનિલ કુંબલે |
25/01/2002
|
1
|
1 (100.00%)
|
0 (0.00%) |
વીરેન્દ્ર સેહવાગ |
16/04/2003
|
12
|
7 (58.33%)
|
5 (41.67%) |
એમએસ ધોની |
29/09/2007
|
200
|
110 (55.00%)
|
74 (37.00%) |
સુરેશ રૈના |
28/05/2010
|
12
|
6 (50.00%)
|
5 (41.67%) |
ગૌતમ ગંભીર |
28/11/2010
|
6
|
6 (100.00%)
|
0 (0.00%) |
વિરાટ કોહલી |
02/07/2013
|
95 |
65 (68.42%)
|
27 (28.42%) |
અજિંક્ય રહાણે |
10/07/2015
|
3
|
3 (100.00%)
|
0 (0.00%) |
રોહિત શર્મા |
10/12/2017
|
56
|
42 (75.00%)
|
12 (21.43%) |
શિખર ધવન |
18/07/2021
|
12
|
7 (58.33%)
|
3 (25.00%) |
કેએલ રાહુલ |
19/01/2022
|
12
|
8 (66.67%)
|
4 (33.33%) |
હાર્દિક પંડ્યા |
17/03/2023
|
3
|
2 (66.67%)
|
1 (33.33%) |