પિતા-પુત્ર સહીત ત્રણ વિરુદ્ધ આજીડેમ પોલીસમાં નોંધાતો ગુનો
Rajkot,તા.15
શહેરની ભાગોળે આવેલ સર ગામે સામે કેમ જોવે છે કહી દિવ્યાંગ યુવક પર પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ આજીડેમ પોલીસના ચોપડે નોંધાયો છે.
સર ગામે સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા નરશીભાઈ નાથાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૧) નામના દિવ્યાંગે આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોવિંદભાઈ જગાભાઈ સાગઠીયાની પાનની દુકાને પાન-માવો ખાવા ગયેલ હતો. જ્યાં હું બાંકડા પર બેસેલ હતો. પાનની દુકાનની સામેના મકાનમાં રહેતા વજાભાઈ રાઠોડ, તેના મોટાભાઈ મનુભાઈ અને તેમનો દીકરો મહેશ તેમના મકાનની બહાર ઓટા પર બેસેલ હતા. હું બાંકડા પર બેઠો-બેઠો મોબાઈલ જોતો હતો દરમિયાન વજાભાઈ મને કહેવા લાગેલ કે, તું અમારી સામે કેમ જોવે છે. જેથી મેં કહેલ કે રસ્તામાં મોટરસાયકલનો અવાજ આવતા મારાથી સામે જોવાઈ ગયું હતું. વજાભાઈ ગુસ્સામાં આવી મને બેફામ ગાળો આપો હતી. મે ગાળો આપવાની ના પાડતા વજાભાઈ અને મહેશ ઘરમાંથી લોખંડના પાઇપ મારી દીધેલ અને હું બચવાની કોશિશ કરતા વજાભાઈના ભાઈ મનુભાઈએ ઢીંકા-પાટુનો માર માર્યો હતો.આ ત્રણેય શખ્સો નાસી ગયાં હતા. બાદમાં મારો નાનોભાઈ નાગજીએ મને એમ્બયુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ આજીડેમ પોલીસે દિવ્યાંગની ફરિયાદ પરથી વજા રાઠોડ, મનુ રાઠોડ અને મહેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.