Dhoraji , તા.24
ધોરાજીમાં પત્ની પર શંકા કરી પતિએ કહ્યું હતું કે, તું મારા ભેગી કેમ શારીરીક સંબંધ રાખતી નથી? તેમ કહીં પતિએ મારી નાખવાની ધમકી પણ આપી હતી. દારૂ પી પતિએ બોલાચાલી કરી હતી. પોલીસ મથકે લાવતા જમીનમાં માથા પછાડ્યા હતા.
ધોરાજીના રેલ્વે સ્ટેશન રોડ પર રહેતી 31 વર્ષીય પરિણિતાએ પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું મારા પતિ અને મારી 4 વર્ષની દીકરી સાથે રહું છું. ગઈકાલે રાતે આઠેક વાગ્યાની આજુબાજુ અઝાન થતી હતી ત્યારે હું તથા મારી દિકરી અમારા ઘરે હાજર હતા ત્યારે મારા પતિ દારૂ પી ઘરે આવેલ મને કહેવા લાગેલ કે તું મારા ભેગી કેમ શારીરીક સંબંધ રાખતી નથી?
જેથી મે મારા પતિને કહેલ કે મારી તબીયત સારી નથી. તો મારા પતિ મને કહેવા લાગેલ કે તું શીનાળ છો, તારી મા પણ શીનાળ છે. તેમ કહી બેફામ બીભત્સ ગાળો આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, તને મારી નાખવી છે અને છોકરીને દવા પાઇને મારી નાખવી છે. અને હું પણ દવા પીને મરી જઇશ.
જેથી હું ડરી ગયેલ અને ઘરની બહાર ભાગીને જતી રહેલ અને એક રિક્ષા ભાડે કરી ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ત્યારબાદ મારા પતિ પણ મારી પાછળ પાછળ અહી પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને આ દરમ્યાન મારા નણંદ પણ આવેલ અને નણંદ તથા મારી સાથે આવેલ રિક્ષાવાળા ભાઈ તેઓ મારા પતિને સમજાવી ઘરે લઈ જવાનો પ્રયત્ન કરેલ અને પોલીસ સ્ટેશનની બહાર જવા લાગતા મારા પતિ મને કહેવા લાગેલ કે, હવે તું અહીંથી ઘરે ચાલી જા નહીતર હવે તારી હાલત હું ખરાબ કરી નાખીશ. તેમ કહી મને ત્યા ઉભેલ પોલીસની હાજરીમાં ધમકી આપવા લાગતા હું ખુબ જ ડરી ગયેલ અને મે કહેલ કે, હવે તો મારે ફરીયાદ કરવી જ છે.
જેથી મારા પતિ નશાની હાલતમાં હોય પોલીસે પકડવા જતા ભાગવાનો પ્રયત્ન કરતા હોય જેથી પોલીસે મારા પતિને પકડીને પોલીસ સ્ટેશન અંદર લઇને આવેલ ત્યારે હું પણ પાછળ પાછળ પોલીસ સ્ટેશનની અંદર આવેલ મને જોઇને મારા પતિ મને ઉંચા અવાજે ધમકાવવા લાગેલ અને પોતાની રિતે તેનુ માથુ લાદી પર પછાડવા લાગેલ જેથી મારા પતિના માથામાં કપાળના ભાગે લોહી નીકળવા લાગતા પોલીસે તેને રોકી તાત્કાલીક સારવાર માટે ધોરાજી સરકારી દવાખાને લઇને ગયેલ.
આ બનાવ બનવાનુ કારણ એ છે કે, મારા પતિને દારૂનો નશો કરવાની આદત હોય અને છેલ્લા ઘણા સમયથી મારા ચારિત્ર્ય પર ખોટી શંકાઓ કરતા હતા અને બે દિવસ પહેલા પણ મારા પતિએ મારા ચારીત્ર્ય પર ખોટી શંકા ઓ કરી મને બિભત્સ ગાળો આપી ઢીંકાપાટુનો માર મારેલ હતો. અને આજરોજ પણ મારા પતિ દારૂનો નશો કરી આવી બેફામ બિભત્સ ગાળો આપી મને તથા મારી દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ બનેલ છે. ધોરાજી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.