શિલ્પા શેટ્ટીએ કહ્યું કે હું જ્યારે પણ મલયાલમ ફિલ્મ કરીશ તો મોહનલાલની સાથે કામ કરવાનું પસંદ કરીશ.
Mumbai, તા.૧૫
ખૂબસૂરત એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ હિન્દી ફિલ્મોની સાથે-સાથે તમિલ-તેલુગુ સહિત કેટલીયે ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ શિલ્પાએ હજુ સુધી મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું નથી. તાજેતરમાં શિલ્પાએ આ માટેનું કારણ દર્શાવીને કહ્યું કે, એ કેટલીયે મલયાલમ ફિલ્મોમાં કામ કરવાની ઓફર ફગાવી ચૂકી છે કેમ કે તેને લાગે છે કે તે પોતાના પર્ફોમન્સથી આ ભાષાની ફિલ્મોને ન્યાય નહિ આપી શકે. ૯૦ના દાયકાની ક્વીન શિલ્પા શેટ્ટી બોલીવુડની સફળ અભિનેત્રીઓ પૈકીની એક રહી છે. આજે પણ મોટા પડદા પર પોતાનો ચાર્મ દેખાડવાાં પાછળ રહેતી નથી. હાલ શિલ્પા પોતાની કન્નડ ફિલ્મની તૈયારી કરી રહી છે. આ દરમિયાન શિલ્પાએ ખુલાસો કર્યો કે તેણે હજુ સુધી મલયાલમ ફિલ્મોમાં કેમ કામ કર્યું નથી ?શિલ્પા શેટ્ટીએ પોતાની કારકિર્દીમાં કેટલીયે સુપરહિટ ફિલ્મો આપી છે. શિલ્પા કોચિનમાં પોતાની આવનારી ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’ના ટીજર લોન્ચ ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન શિલ્પાએ કહ્યું કે, મને મલયાલમમાં પણ કેટલીક ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ મેં ક્યારેય હા પાડી નથી, કારણ કે હું ડરી ગઈ છું. કારણ કે મને લાગે છે કે હું મારા પરફોર્મન્સથી પાત્રની સાથે ન્યાય કરી શકીશ નહીં. આ સાથે શિલ્પાએ એમ પણ કહ્યું કે, એક અભિનેત્રી તરીકે મને મલયાલમ ફિલ્મો ખૂબ ગમે છે અને આ ઈન્ડસ્ટ્રીમાં લાગણીઓને જે રીતે રજૂ કરવામાં આવે છે, તેનાથી મને આશ્ચર્ય પણ છે. મને ભરોસો નથી થતો કે જો હું મલયાલમ ફિલ્મોમાં કામ કરું તો મારા પાત્રની સાથે ન્યાય કરી શકીશ કે નહીં. પરંતુ જોઈએ કે કદાય હું એક દિવસ કોઇ મલયાલમ ફિલ્મમાં અભિનય કરીશ.શિલ્પા શેટ્ટીએ એમ પણ કહ્યું કે હું જ્યારે પણ મલયાલમ ફિલ્મ કરીશ તો મોહનલાલની સાથે કામ કરવાનું પસંદ કરીશ. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી હાલ પોતાની ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’ પર ધ્યાન આપી રહી છે. આ ફિલ્મ ૧૦મી જુલાઈ ૨૦૨૬એ થિયેટરોમાં રિલીજ થશે. આ ફિલ્મમાં શિલ્પાની સાથે અલાવાધ્રુવ સરજા, રેશમા નાનાય્યા અને સંજય દત્ત લીડ રોલમાં છે.