નજીવી બાબતે મહિલાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું, ત્રણ બાળકો નોધારા
Rajkot,તા.15
પડધરી માં કારખાનામાં કામ કરતા બિહારી શ્રમજીવીની પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર શ્રી રાધે કાઠીયાવાડી હોટલ પાછળ આવેલ દુર્ગા ફ્લોરિંગ કારખાના ના ક્વાર્ટર માં રહેતી બીજલી બેન સંગીત દાસ મોરવ૩૦, એ ગઈકાલે પોતાના ઘરમાં જ જેરી દવા પી લેતા બેભાન હાલતમાં પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન 14 7 ના રોજ મોડી રાત્રે બીજલી બેન નું મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે બીજલી બેનને દવાખાને લાવનાર તેના પતિ સંગીત દાસ મૌરવે જણાવ્યું હતું કે પોતે દુર્ગા ફ્લોરિંગ કારખાનામાં કામ કરે છે ગઈકાલે બાળકો તોફાન કરતા હોય તેની માતાએ બાળકોને હદ થી વધુ મારતા પોતે બાળકોને આવી રીતે મારવા નહીં તેમ કહી ઠપકો આપ્યો હતો, અને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ માથાકૂટનું મન દુઃખ રાખી પત્ની બિજલીએ દવા પી લીધી હતી, કારખાનાથી ઘેર આવતા પત્ની ની તબિયત સારી ન જોતા તે ઉલટીઓ કરતી હતી અને અર્ધ બેભાન હાલત જેવી સ્થિતિમાં હોય તેને તાત્કાલિક દવાખાને લાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, નદીવી બાબતે થયેલી બોલાચાલી થી પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા ત્રણ બાળકોએ માતાની છાયા ગુમાવી છે પારિવારિક પરંપરા મુજબ બીજલીબેન ના અંતિમ સંસ્કાર માટે તેને બિહાર લઈ જવાશે