ઘર કંકાસથી કંટાળી રામપરા પાર્ક ની યુવતી વંદા મારવાની દવા પી ગઈ
Rajkot,તા.24
મામા નુ ઘર કેટલે.. બાળકો માટે વેકેશનમાં ફરવા જવાનું ખૂબ મહત્વ છે ત્યારે એ ડિવિઝન પોલીસ મથક ની હદમાં કુંભારવાડા શેરી નંબર 11 માં રહેતા પરિવારમાં નણંદ, દેર અને પોતાના મળી કુલ 9 બાળકો વેકેશનમાં ભેગા થઈ જતા રોજના દેકારાથી કંટાળીને પરણીતાએ વધુ પડતી ઘેન ની દવા લઈ લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યારે રામપરા ની પરણીતા એ ઘર કંકાસથી કંટાળી વંદા મારવાની દવા પી લીધી હતીઆ અંગે પ્રાપ્ત વિગત મુજબ કેનાલ રોડ કુંભારવાડા શેરી નંબર 11 માં રહેતી નેહાબેન કૌશલભાઈ ગેરીયા 38એ ગઈકાલે બપોરે 12 વાગ્યાના સુમારે વધુ પડતી ઊંઘની દવા ખાઈ જતા બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ ઇમરજન્સીમાં ખસેડવામાં આવી હતી ત્યાં સમયસર ની સારવારથી સ્થિતિ સુધારા પર છે, વધુ પડતી દવા લેવાના આ બનાવ અંગે નેહાબેનના પતિ કૌશલભાઈએ જણાવ્યું હતું કે વેકેશનમાં પોતાની બેન, ભાઈ ના બાળકો વેકેશન કરવા આવ્યા છે પોતાના મળી કુલ 9 બાળકો ની રોજની ધમાચકડીથી નેહાબેન બરોબર ઊંઘ કરી શકતા ન હોય આરામ માટે તેણે વધુ પડતી દવા લઈ લીધી હતી .અન્ય બનાવમાં બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ 80 ફુટ રોડ રામપરા પાર્કમાં રહેતી અનિતાબેન પરેશભાઈ લાંભાણીએ ગઈકાલે સાંજે વંદા મારવાની દવા પી લીધી હતી બનાવના કારણોમાં અનિતાબેન ના પતિએ પતિ લકી હેર આર સલૂનના માલિક પરેશભાઈએ જણાવ્યું હતું કે વેકેશનમાં બહાર જવાની વાતને લઈ મન દુઃખ અને લઈ અનિતાબેનને વંદા મારવાની દવા પી લીધી હતી સમયસર ની સારવારથી સ્થિતિ સુધારા પર છે આ અંગેબી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે