સાસુ સસરા સાથે રહેતી પરિણીતાને પતિનો ઠપકો આકરો લાગ્યો.
Rajkot,તા.21
શહેરના બીડીવીવિઝન પોલીસ મથક ની હદમાં આવેલ ભગવતી પરા જય નંદનવન સોસાયટી માં રહેતા રમેશભાઈ સોલંકી ની પત્ની ભાગ્યશ્રીબેન એ ગઈકાલે મોડી સાંજે ઘેર જ ફીનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોય તેને મેડિકલ ૧૧વોર્ડમાં દાખલ કરેલ છે, બનાવનાર કારણોમાં ભાગ્યશ્રીબેનના પતિ રમેશભાઈએ જણાવ્યું હતું કે તેમના બે સંતાનોમાં એક પાંચ વર્ષનો પુત્ર અને સાત વર્ષની પુત્રી હોય પાંચ વર્ષીય પુત્ર દેવને સતત મોબાઈલ જોવાની આદત પડી હોય આ અંગે રમેશભાઈએ પત્ની ભાગ્યશ્રી બેનને ઠપકો આપતા આ ઠપકા થી માઠુ લગાડી ફીનાઇલ પી લીધી હોવાનું જણાવ્યું હતું,દંપતીને દસ વર્ષનો લગ્ન ગાળો અને સંતાનમાં એક દીકરો એક દીકરી હોય અને સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે.