New Delhi તા.19
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પત્નિનું પોતાના પતિ પર તેના પરિવારના સભ્યો સાથે સબંધ તોડવા દબાણ કરવુ ક્રુરતા છે. કોર્ટે આ ટિપ્પણી અલગ રહેતા એક દંપતી વચ્ચેના તલાકને મંજુર રાખતા આદેશને યથાવત રાખતા કરી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે, પાર્ટનરને વારંવાર સૌની સામે અપમાન અને મૌખિક દુર્વ્યવહાર માનસીક ક્રુરતા છે.કોર્ટે એમ પણ કહ્યું હતું કે અલગ રહેવાની ઈચ્છા પાત્ર ક્રુરતા નથી, પરંતુ પતિ પર તેના પરિવાર સાથે સંબંધ તોડવા માટે સતત દાખલ કરવાનો વ્યવહાર નિશ્ચિત રીતે ક્રુરતા છે.
જસ્ટીસ અનિલ ક્ષેત્રપાલ અને જસ્ટીસ હરિશ વૈદ્યનાથન શંકરની બેન્ચ તરફથી 16 સપ્ટેમ્બર પસાર ફેંસલામાં કહેવામાં આવ્યું છે કે પતિને મા-બાપથી અલગથી અલગ કરવાની પત્નિની સતત કોશીશ માનસીક ક્રુરતા છે.
એટલે હાઈકોર્ટે ક્રુરતાનાં આધારે અલગ રહેતા દંપતિનાં તલાકને મંજુર કરનાર ફેમિલી કોર્ટનાં આદેશ સામે મહિલાની અપીલને ફગાવી દેવાઈ હતી. બેન્ચે કહ્યું કે પત્નિ સતત એ વાતને વળગી રહી કે તેણે સંયુકત પરિવારમાં નથી રહેવું તેણે પોતાના પતિ પર પારિવારીક સંપતિનાં ભાગલા અને વિધવા મા અને ડિવોર્સી બહેનથી અલગ રહેવા માટે પતિ પર દબાણ કર્યુ હતું.
કોર્ટે માન્યુ હતું કે અહીં ક્રુરતાની સૌથી સ્પષ્ટ હરકત જે તલાકનો આધાર બની અને તે હતી પત્નિ દ્વારા પોતાના પતિ અને તેના પરિવારનાં સભ્યોને વારંવાર ધમકી આપવી અને પોલીસમાં ફરિયાદ કરવી.