New Delhi તા.28
એલિયન્સ હજુ પણ માનવજાત માટે એક રહસ્ય અને કોયડો છે. જોકે, તેમના અસ્તિત્વ વિશે ઘણા પ્રકારના સંશોધનો થયા છે, જેમાં આશ્ચર્યજનક બાબતો સામે આવી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એલિયન્સ વિશે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં એલિયન્સ પૃથ્વી સાથે અથડાવી શકે છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે, મેનહટન જેવડો રહસ્યમય અવકાશી પદાર્થ ઝડપથી પૃથ્વીની નજીક આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો કહે છે કે, ઑબ્જેક્ટ 3I/ATLAS, જે અગાઉ A11pl3Z તરીકે ઓળખાતું હતું, તે એક એલિયન ટેકનોલોજી હોઈ શકે છે. તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને નવેમ્બર 2025માં અથડાવાની શક્યતા છે.
આ દાવો હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રખ્યાત વૈજ્ઞાનિક અવી લોએબ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા એક નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. અવી લોએબ એ જ વૈજ્ઞાનિક છે જેમણે 2017માં જોવા મળેલા તારાઓ વચ્ચેના પદાર્થ ’ઓમુઆમુઆ’ ને એલિયન અવકાશયાન તરીકે વર્ણવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, તે નવેમ્બરના અંતમાં સૂર્યની સૌથી નજીક આવશે અને તે સમયે જમીનમાં છુપાઈ જશે. આ માટે આ તે સમય હોઈ શકે છે જ્યારે તે ગુપ્ત રીતે જમીન પર હુમલો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 3I/ATLAS, જેને એલિયન સ્પેસક્રાફ્ટ પણ કહેવામાં આવે છે, તે સૌપ્રથમ ચિલીના રિયો હર્ટાડોમાં અઝકઅજ ટેલિસ્કોપમાંથી જોવા મળ્યું હતું. તે લગભગ 10થી 20 કિલોમીટર પહોળું છે અને તેની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક છે.
જોકે, વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે આ માત્ર એક પૂર્વધારણા છે, અમે આ સિદ્ધાંતમાં માનતા નથી પરંતુ તે એટલું મહત્વપૂર્ણ છે કે તેની ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે જો આ સિદ્ધાંત સાચો સાબિત થાય છે તો તે પૃથ્વી માટે એક મોટો ખતરો બની શકે છે.