રૂપાલી ગાંગુલીને તુલસીના પાછા આવવાથી તકલીફ પડવાની અટકળોનો એકતા કપૂરે જવાબ આપ્યો
Mumbai, તા.૩૦
એકતા કપૂરની ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’ મંગળવારે શરૂ થઈ છે જેમાં આઇકોનિક તુલસી અને મિહિર પાછા આવ્યા છે. ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એકતા કપૂરે અનુપમાની રુપાલી ગાંગુલીને ક્યુંકી સાસ ભી કભી બહુ થી પાછી આવવાથી તકલીફ હોવાની વાતને ફગાવી દીધી છે. એકતાને આ ઇન્ટરવ્યૂમાં પુછાયું હતું કે તેને ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ જ એકબીજાને સપોર્ટ કરતી નથી, હાલની સ્થિતિ અને વીસ વર્ષ પેહલાંની સ્થિતિની સરખામણી અંગે તે શું લાગે છે. ત્યારે એકતાએ કહ્યું હતું,“કાલે મેં કેટલાક વીડિયો જોયાં હતાં, જેમાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી આવવાથી અનુપમાને પ્રોબ્લેમ છે એની વાત કરવામાં આવી હતી. મને લાગે છે એ બહુ જ ખરાબ વાત હતી. એ(રૂપાલી) બહુ મોટી સ્ટાર છે. અનુપમા શો, તેના ક્રિએટર રાજન દ્વારા એવું કામ કરવામાં આવ્યું છે, જે છેલ્લા સાત વર્ષ સુધી કોઈ જ કરી શક્યું નથી. એ લોકો તો હજુ નંબર ૧ રહેવાના જ છે. તેમણે ૧ નંબરે રહેવું જ જોઈએ.”આગળ એકતાએ એવું પણ કહ્યું કે, “અમે અમારા કારણથી પાછા આવી રહ્યા છીએ. અમારી વાર્તા કહેવા માટે આવીએ છીએ. બે લીડ એક્ટર અને શો વચ્ચે આવી સરખામણી અયોગ્ય છે અને મહિલાઓને એકબીજાની વિરુદ્ધ આ રીતે ખડી કરવી એ અયોગ્ય છે.”