Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025

    વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?
    • ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું
    • વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા
    • તંત્રી લેખ…પાકિસ્તાને ચેતવણી,આતંકવાદી નેટવર્ક્‌સને ભંડોળ પૂરું પાડવા પર કડક કાર્યવાહી
    • 28 ઓક્ટોબર નું પંચાંગ
    • 28 ઓક્ટોબર નું રાશિફળ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શું Nepal હિન્દુ રાષ્ટ્ર બનશે,સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે, રાજાશાહીની વાપસી નક્કી?
    આંતરરાષ્ટ્રીય

    શું Nepal હિન્દુ રાષ્ટ્ર બનશે,સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે, રાજાશાહીની વાપસી નક્કી?

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kathmanduતા.૧૦

    નેપાળમાં હાલ સ્થિતિ વણસેલી છે. એવું કહેવાય છે કે પોલીસ સાથે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધી ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ છે. પોલીસે સંસદ અને અધિકૃત ઈમારતોની દીવાલો પર પ્રદર્શનકારીઓના ચડી જવાથી તેમના પર ટીયર ગેસ, પાણીનો મારો અને ગોળીઓ ચલાવી. મંગળવારે પણ પ્રદર્શન ચાલુ હતું જેમાં પ્રદર્શનકારીઓએ સંસદ ભવન, નેપાળી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય અને પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના ઘરને આગચંપી કરી. અનેક અન્ય રાજનેતાઓના ઘરોમાં પણ તોડફોડ મચાવી. જનતા ભ્રષ્ટાચાર,  બેરોજગારી અને સરકારની નિષ્ફળતાથી તંગ આવી ચૂકી હતી. કેપી શર્મા ઓલીની સરકારે સોશિયલ મીડિયા પર બેન લગાવ્યો જેણે આગમાં ઘી નાખવાનું કામ કર્યું. ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ઓલીએ પ્રધાનમંત્રી પદ છોડવું પડ્યું. પરિણામ સ્વરૂપે નેપાળમાં ઓલીની સત્તા ગઈ. ત્યારબાદ એક નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે અને તે છે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું.

    ૨૦૦૮માં રાજાશાહી ગયા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ એક સામાન્ય નાગરિક તરીકે જીવી રહ્યા છે. તેમના મુખ્ય નિવાસ કાઠમંડુ સ્થિત નિર્મલ નિવાસ છે. ૨૦૨૪ની શરૂઆતમાં હેમંતબાસ નામના એક  કોટેજમાં થોડા સમય માટે રહેવા ગયા. તેમની પત્ની રાની માતા રત્ના પૂર્વ શાહી મહેલના પરિસરની અંદર મહેન્દ્ર મંજિલમાં રહે છે.

    શાહી પરિવારના રાજકુમાર અને રાજકુમારી વિદેશમાં રહે છે. પૂર્વ યુવરાજ પારસ અને રાજકુમારી હિમાનીની પુત્રી રાજકુમારી કૃતિકા શાહ જુલાઈ ૨૦૦૮માં પોતાના પરિવાર સાથે નેપાળ છોડીને સિંગાપુર જતા રહ્યા. જ્યાં તેઓ અભ્યાસ કરે છે. મોટી બહેન રાજકુમારી પૂર્ણિક શાહ પણ ૨૦૦૮માં નેપાળ છોડીને સિંગાપુરમાં છે. માર્ચમાં જ્યારે જ્ઞાનેન્દ્ર શાહ પોખરાથી કાઠમંડુ પાછા ફર્યા અને હજારો રાજાશાહી સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. તેમને અને તેમના પરિવારને નિર્મલ નિવાસ લઈ જવામાં આવ્યા. મેમાં તેમણે પોતાના પરિવારના સભ્યો અને અમેરિકાથી પાછા ફરેલા પૌત્ર હ્રદયેન્દ્ર સાથે નારાયણહિતી શાહી મહેલની મુલાકાત લીધી. આ દરમિયાન પરિવારે મહેલ પરિસરમાં પૂજા અર્ચના કરી.

    રાજાશાહીની વાપસી માટે કોશિશ તો અનેકવાર થઈ જેમ કે માર્ચમાં રાજાશાહી સમર્થક પ્રદર્શનોમાં ભારે ભીડ ઉમટી, જે રાજા પાછા આવો, દેશ બચાવો…ના નારા લગાવતી હતી. મેમાં નવરાજ સુબેદીના નેતૃત્વમાં રાજાશાહી સમર્થક સમૂહોએ દેશવ્યાપી વિરોધ અભિયાન શરૂ કર્યું. અધિકારીઓએ જુલાઈ સુધી નારાયણહિતી મહેલ સંગ્રહાલય  સહિત પ્રમુખ વિસ્તારોની આસપાસ પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવ્યા. સત્તાધારી સીપીએન-યુએમએલ પાર્ટીએ નેપાળ ગણતાંત્રિક વ્યવસ્થાની રક્ષા માટે ખાસ કરીને ગણતંત્ર દિવસ પર જવાબી વિરોધ પ્રદર્શન કર્યા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે આ આંદોલનને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. કાઠમંડુમાં તેમની ઉપસ્થિતિએ હજારો સમર્થકોને આકર્ષિત કર્યા. જો કે તેમણે ઔપચારિક રીતે ગાદી પાછી લેવાની કોશિશ કરી નથી. આમ છતાં તેમની હાજરી રાજભક્ત સમર્થકોને ભેગા કરતી રહી છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) રાજતંત્રનું સમર્થન એક શાસક તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતોના સંરક્ષક તરીકે કરે છે.

    ૨૦૦૮માં માઓવાદી આંદોલને નેપાળને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર  બનાવી દીધુ. પરંતુ ૧૭ વરષમાં ૧૪ સરકારો બદલાઈ ચૂકી છે. કોઈ પણ સરકાર સ્થિરતા આપી શકી નહીં. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીએ જનતાને નિરાશ કર્યા. ૮૧ ટકા હિન્દુ વસ્તી પોતાની સાંસ્કૃતિક ઓળખ પાછી ઈચ્છે છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) અને કાઠમંડુ મેયર બાલેન્દ્ર શાહ આ આંદોલનને હવા આપે છે. માર્ચમાં હિંસક ઝડપોમાં બે લોકો માર્યા ગયા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    ઓલીના રાજીનામા બાદ નેપાળી સેનાએ કાયદો વ્યવસ્થા સંભાળી છે. સેના પ્રમુખે પૃથ્વી નારાયણ શાહની તસવીર સામે નિવેદન આપ્યું જેને રાજાશાહી સમર્થનનો સંકેત ગણવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો બાલેન્દ્ર શાહેને વચગાળાના પીએમ બનાવવા માંગે છે. પરંતુ નજર જ્ઞાનેન્દ્ર પર ટકેલી છે. એક્સ પર લોકો કહે છે, કમ્યુનિઝમ ખતમ, રાજા પાછા ફરો.

    નેપાળનું બંધારણ રાજાશાહીની મંજૂરી આપતું નથી. નવું બંધારણ જોઈએ જે સરળ નથી. આગામી ચૂંટણી ૨૦૨૭માં છે. પરંતુ અસ્થિરતાને કારણે જલદી ચૂંટણી થાય તેવી માંગણી થઈ રહી છે. કેટલાક જાણકારો કહે છે કે માઓવાદી અને ચીનનો પ્રભાવ હજુ પણ વિધ્ન છે. આમ છતાં જનતાનો જોશ અને આરપીપીનું સમર્થન રાજાશાહીની આશા જગાવી રહ્યું છે. જ્ઞાનેન્દ્રએ હજુ ચૂપ્પી સાધી છે પરંતુ તેમના સમર્થક કહે છે કે તેઓ જ દેશ બચાવી શકે છે. આરપીપી અને યુવા સંગઠન હિન્દુ રાષ્ટ્ર માટે લડી રહ્યા છે. પરંતુ પડકારો એક જ છે માઓવાદી, ચીનનું દબાણ. શું નેપાળ ફરીથી રાજાશાહી તરફ વળશે? કે પછી નવી સરકાર બનશે? એ કહેવું અઘરું છે પરંતુ વાયરો તો રાજાશાહી તરફ જોવા મળી રહ્યો છે.

    kathmandu Maharaj is coming Nepal become a Hindu nation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025
    ગુજરાત

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025
    ખેલ જગત

    Shreyas Iyer ને ઈન્ટરનલ હેમરેજ : સીડની હોસ્પિટલના ICUમાં દાખલ

    October 27, 2025
    રાષ્ટ્રીય

    આગામી સપ્તાહથી દેશમાં SIR : પ્રથમ તબકકામાં પ.બંગાળ, તામિલનાડુ સહિતના રાજયોનો સમાવેશ

    October 27, 2025
    રાષ્ટ્રીય

    રખડતા કુતરાઓની સમસ્યા:ગુજરાત સહિતના રાજયોના મુખ્ય સચીવોને સુપ્રીમમાં હાજર થવા આદેશ

    October 27, 2025
    આંતરરાષ્ટ્રીય

    2025 – ચાલુ વર્ષનો અંત ભયાનક હશે : વિનાશકારી ઘટનાઓ સર્જાશે

    October 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025

    વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા

    October 27, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાને ચેતવણી,આતંકવાદી નેટવર્ક્‌સને ભંડોળ પૂરું પાડવા પર કડક કાર્યવાહી

    October 27, 2025

    28 ઓક્ટોબર નું પંચાંગ

    October 27, 2025

    28 ઓક્ટોબર નું રાશિફળ

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025

    વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.