Amreli, તા.30
અમરેલી જિલ્લાનાં મહત્વનાં બે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં નારાજ રહેલ અનેક કાર્યકરો અને આગેવાનોમાં આમ આદમી પાર્ટીનો સાવરણો પકડીને ભાજપનાં કમળ અને કોંગ્રેસનાં પંજાને પરાજિત કરવા માટે ક્રમશ: પક્ષ પલ્ટો કરે તો નવાઈ જેવું નહી રહે.
અમરેલી જિલ્લાની પડોશમાં આવેલ વિસાવદર બેઠક ઉપર જયારથી ‘આપ’નાં જોશીલા ઉમેદવાર ગોપાલ ઈટાલીયાનો ઐતિહાસિક વિજય થયો છે અને તેમને લેઉવા પાટીદાર સમાજ ઉપરાંત દરેક સમાજનાં મતો મળતાં અમરેલી જિલ્લાનાં ભાજપ અને કોંગ્રેસનાં અસંતુષ્ઠ આગેવાનોમાં ‘આપ’ પ્રત્યે કુણી લાગણી જોવા મળી રહી છે.
તદુઉપરાંત જો આપનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓને જાગૃત કરવાના પ્રયાસનાં ભાગરૂપે જો વકતવ્ય આપે છે તેનાથી પણ રાજકીય આગેવાનો ઉપરાંત સૌ કોઈ ક્રમશ: પ્રભાવિત થઈ રહૃાું છે. તે જોતા આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થા ચૂંટણી પહેલા અનેક આગેવાનો ‘આપ’માં પ્રવેશ કરે તેવો માહોલ ઉભો થઈ રહૃાો છે.
ભાજપ-કોંગ્રેસનાં અસંતુષ્ઠ આગેવાનો એવું પણ માની રહૃાા છે જે રીતે 2017માં અમરેલી જિલ્લામાં આશ્ચર્યજનક પરિણામ વિધાનસભા ચૂંટણીમાં આવ્યું છે તેવું જ પરિણામ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આવે તેવું લાગી રહૃાું છે. આમ, અમરેલી જિલ્લાનાં રાજકારણમાં આગામી 100 દિવસમાં મોટા કડકા-ભડાકાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.