New Delhi, તા.10
ભારતમાં વેગોવી તથા મૌનજારોનાં નામથી વેચાતી વજન ઉતારવાની મેદસ્વીતા ઘટાડવાની સોમાગ્લુટાઈડ તથા રીઝપેટાઈને વિશ્વ આરોગ્ય સંસ્થાઓ આવશ્યક દવાઓની યાદીમાં સામેલ કરી છે. ભારતમાં તેનો સ્વીકાર થવાના સંજોગોમાં આ દવાની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આવશ્યક દવાઓના મોડેલ લીસ્ટ હેઠળ જાહેર પ્રાપ્તિ, સપ્લાય તથા અયોગ્ય વિઝા તથા રીઈમ્સર્બ સ્કીમ આવી જતી હોય છે. ભારત સહિત 150 દેશોની તેને સ્વીકૃતિ હોવાથી સંગઠનનું કદમ ઘણુ મહત્વનું ગણાય છે.
ભારતમાં વજન ઉતારવાની સૌથી પોપ્યુલર દવા વેગોની હાલ 17000 થી 26000 માં વેચાય છે. માસીક ડોઝ આધારીત કિંમત હોય છે. મૌનજારો પણ માસીક ડોઝના આધારે 14000 થી 27000 માં વેચાય છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા પ્રમાણે વજન ઉતારવાની બન્ને દવાની ઉંચી કિંમતોથી વધુ સીમીત લોકોને મળે છે. વાસ્તવિક જરૂરીયાતવાળા તથા તમામ લોકોને લાભ મળે અને ભાવ નીચા આવે તે માટે સ્પર્ધા સર્જવાની જરૂર છે.
સમગ્ર વિશ્વમાં સૌથી મોટા બે પડકાર ડાયાબીટીસ તથા મેદસ્વિતા છે.ભારતમાં થયેલા અભ્યાસ મુજબ છેલ્લા 30 વર્ષમાં વધુ વજન-મેદસ્વી લોકોની સંખ્યા પાંચ ગણી વધી છે. 1990 માં આ સંખ્યા 5.40 કરોડ હતી તે 2021 માં 23.5 કરોડે પહોંચી છે. જાહેર આરોગ્યના આ પડકારને કાબુમાં લેવામાં નહિં આવહે તો સંખ્યા બાવન કરોડ સુધી પહોંચવાની ચેતવણી લાન્સેટનાં રીપોર્ટમાં આપવામાં આવી હતી.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંગઠન)નાં આવશ્યક દવાઓના લીસ્ટમાં નવી દવાના ઉમેરાથી દવાઓનો લાભ વધુ લોકોને શકય બનશે અને વૈશ્વિક આરોગ્ય પડકારનો સામનો કરવામાં સરળતા થશે.

