America તા.15
દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની માઈક્રોસોફટે યુઝર્સને વિન્ડોઝ 10 માટે મફત સપોર્ટ આપવાનું બંધ કરી દીધું છે. આથી તેના કોમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ નવું અપડેટ, સુરક્ષા સુધારા, ટેકનીકલ મદદ મફતમાં નહીં મળે.
આમ છતાં તેઓ જો વિન્ડોઝ 10 વાળા કોમ્પ્યુટરનો પ્રયોગ કરે છે તો ઓછી સુરક્ષા મેળવશે. તેમાં ડેટા ચોરી, સ્કેમ, વાયરસ, હેકર્સનો ખતરો વધી જશે. માઈક્રોસોફટે સુરક્ષાના કારણે ટેકનિકલ વિકાસ, હાર્ડવેર આવશ્યકતાઓ જેવા અનેક કારણો બતાવીને આ સેવાઓ બંધ કરી દીધી છે. જો કે, માઈક્રોસોફટ પાસે એક મફત ટુલ પણ છે જે બતાવશે કે આપનું કોમ્પ્યુટર વિન્ડોઝ-11 માટે યોગ્ય છે કે નહીં. દુનિયાભરમાં વિન્ડોઝ 10ના કરોડો યુઝર્સ છે.
અનેક પ્રકારના જોખમ
જો કંઈ નથી કરતા અને વિન્ડોઝ 10નો પ્રયોગ ચાલુ રાખો છો તો ખતરો વધી જશે. કોમ્પ્યુટર કે લેપટોપને હેકર્સ અને વાયરસ સરળતાથી નિશાન બનાવી શકે છે. આથી ડેટા ચોરી, ફ્રોડ અને સ્કેમનો ખતરો વધી જશે.
સુરક્ષિત રાખવાની રીત
વિન્ડોઝ 11માં અપગ્રેડ કરો. જો કોમ્પ્યુટર ચાર વર્ષથી નવું છે તો કદાચ તેમાં વિન્ડોઝ-11 ચાલી જશે. તેમાં જરૂરી સ્પેસ પણ જોઈશે.
જો વિન્ડોઝ-11 ન ચાલ્યુ તો 3 વિકલ્પ છે. સુરક્ષા અપડેટ કરી લેવી તેમાં સુરક્ષા અપડેટ મળતી રહેશે. લિનકસ ઈન્સ્ટોલ કરવી, જે એક સુરક્ષિત ઓપરેટીંગ સીસ્ટમ છે. પરંતુ ધ્યાન આપવું કે બધી વિન્ડોઝ એપ્સ લિનકસ પર નથી ચાલતી
વિન્ડોઝ-11માં શું છે
માઈક્રોસોફટનું કહેવું છે કે, આજની સુરક્ષાની જરૂરિયાતોને જોઈને વિન્ડોઝ 11 લાવવામાં આવ્યું છે. આનાથી વાયરસ, હેકીંગ અને ડેટા ચોરી જેવી સમસ્યાઓથી કોમ્પ્યુટર ઓટોમેટીક સુરક્ષિત રહે છે.