શિયાળામાં ત્વચાની સાથેસાથે નખ પ ણરૂક્ષ થવાની સમસ્યા થતી હોય છે. ઠંડી ઋતુને કારણે નખ કમજોર, રૂક્ષ અને તૂટનાની સમસ્યા વધી જાય છે. એવામાં ઘર બેઠા પોતાના નખને સ્વસ્થ, મજબૂત અને ચમકદાર બનાવી શકાય છે. શિયાળામા નખન દેખભાળના સરળ અને અસરદાર ઉપાયો કરીને નખની સુરક્ષા કરી શકાય છે.
નખને હાઇડ્રેટ રાખવા
શિયાળામાં હવામાં નમી ઓછી હોવાથી નખ સુકાઇ જાય છે અને તૂટવાનું જોખમ વધી જાય છે. તેથી નખને હાડ્રિેટ રાખવા જરૂરી છે. નખને હાઇડ્રેટ રાખવા માટે :
નખ પરજૈતૂન અથવા તો કોપરેલ લગાડવું
જૈતૂન અથવા તો કોપરેલ લગાડવાથી નખને મોઇશ્ચરાઇઝ કરે છે. તેમજ નખના મૂળને પણ મજબૂત કરે છે.
હેન્ડ ક્રીમ અને નેલ ક્રીમ
શયાળામાં હાથ અને નખને હાઇડ્રેટ કરવા માટે નમીઝી ભરપુર હેન્ડ ક્રીમ અથવા તો નેલ ક્રીમ લગાડવું.
નખને નિયમિત રીતે ટ્રિમ કરવા
નખને નિયમિત રીતે ટ્રીમ કરવા જોઇએ. જે નખનો આકાર જાળવી રાખે છે તેમજ નખને તૂટતા બચાવે છે. શિયાળામાં નખ તૂટવાનું જોખમ વધી જકતું હોવાથી તેને સમય-સમય પર ટ્રીમ કરતા રહેવું
નખ કાપવા માટે યોગ્ય કટરનો ઉપયોગ
નખ કાપતી વખતે યોગ્ય કટરનો ઉપયોગ કરવો જોઇએ. જેથી નખ પર ઘસરકા ન આવે.
નખનેા આકારને કુદરતી જ રાખવો
શિયાળામાં વધુ પડતા લાંબા નખ અધિક તૂટી જતા હોયછે જેથી નખનો આકાર યોગ્ય જ રાખવો.
હુંફાલા પાણીથી નખને શેક આપવો
શિયાલામાં નખની રૂ૭તા વધી જતી હોવાથી નખને સ્વસ્થ રાખવા માટે હુંફાળા પાણીમાં ડુબાડીને શેક આપવો.
હુંફાળા પાણીમાં તેલ નાખવું
હુંફાળા પાણીમાં એક ચમચો જૈતૂનનું તેલ નાથ હાથઅને પગના નખને ૧૦-૧૫ મિનીટ સુધી ડુબાડી રાખવાથી નખને નમી મળવે છે અને તે મજબૂત થાય છે.
નખ પર નેલપોસિશ લગાડતા પહેલા
શિયાળામાં નેલ પોલિશ લગાડવાથ ીતેમાં રહેલા રસાયમોનેકારણે નખ કમજોર બને છે. નેલ પોલિશ લગાડતાં પૂર્વે :
બજારમાં મળતા નોનટટોક્સિક અને હરેવલ પોલિશ મળતા હોય છે તેનો ઉપયોગ કરવો.
ઊચ્ચ ગુણવક્તાયુક્ત નેલ પોલિશ રિમૂવરનો ઉપયોગ કરવો. શક્ય હોય તો સોફ્ટ અને ઓઇલ- ફ્રી રિમૂવરનો ઉપયોગ કરવો.
પાણી પીવાનું પ્રમાણ વઘારવું
નખને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન પ્રયાપ્ત પાણી પીવું જરૂરી છે.
નખની સ્વચ્છતા
સાફ નખ સુંદર દેખાવવાની સાથેસાથે ઇન્ફેકશનથી પણ બચાવે છે. શિયાળામાં નખની આસપાસની ત્વચાની નમી પણજળવાઇ રહેવી જોઇએ,
નખની અંદરની ગંદકી સાફ કરવી
આ માટે નખને થોડ વાર હુંફાળા પાણીમાં ડુબાડી રાખીને નેલકટરથી નખ સાફ કરવા
મોઇશ્ચરાઇજિંગ ક્રીમથી નખને સાફ કરવાથી નખ સ્વચ્છ થવાની સાથેસાથે રૂક્ષ થતા અટકે છે.