Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»Winter માં પગની કાળજી રાખો,એડીઓ ફાટવી
    હેલ્થ

    Winter માં પગની કાળજી રાખો,એડીઓ ફાટવી

    Vikram RavalBy Vikram RavalDecember 7, 2024Updated:December 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉનાળાના બળબળતા તાપની મોસમ જતી રહી અને હવે શિયાળાની મોસમ આવી ગઈ છે. સમસ્યા પગનું સૌંદર્ય જાળવી રાખવાનું છે, કારણ કે શિયાળામાં શુષ્કતાને કારણે પગ ફાટવા લાગે છે, જેને જોઈને મન ઉદાસ થઈ  જાય છે. પગ ખરબચડા થવા, ચામડી કઠણ થઈ  જવી અને એડી ફાટવી આ મોસમની સામાન્ય પરેશાનીઓ છે.

    આ શુષ્કતાથી બચવા માટે તમારે ખાસ સાવચેતી રાખવી પડશે. જો તમે તમારા પગ તરફ પૂરતું ધ્યાન આપશો તો ખાતરી રાખજો કે આ વખતે શિયાળામાં તમારા પગની કોઈ સમસ્યા નહીં થાય.

    એડીઓ ફાટવી

    શરીરમાં કેલ્શિયમ અને ચીકાશની ઉણપ થવાથી એડીઓ ફાટવા લાગે છે. એડી અને તળિયાંની ત્વચા જાડી હોય છે, તેથી શરીરની અંદર બનતું સીબમ અર્થાત્ કુદરતી તેલ પગનાં તળિયાંની બહારની સપાટી સુધી નથી પહોંચી શકતું. પૌષ્ટિક તત્ત્વ અને ચીકાશ ન મળવાને કારણે જ એડીઓ ખરબચડી જેવી થઈ જાય છે અને ફાટવા લાગે છે.

    એડીઓ વધારે ફાટી જવાને કારણે પગમાં બહુ તકલીફ થાય છે. ફાટેલી એડીના ઉપચાર માટે આ રીતે અપનાવો :

    * દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો અને તેને ફાટેલી એડી પર સારી રીતે લગાડી લો. થોડા જ દિવસોમાં ફાટેલી એડીઓમાં ફરીથી ચામડી ભરાવા લાગશે.

    * એડીઓ વધારે ફાટેલી હોય તો મેથિલેટેડ સ્પિરિટમાં કોટનનાં પૂમડાંને પલાળીને ફાટેલી એડી પર મૂકી રાખો. બે મિનિટ પછી કોટનને કાઢી નાખો. ૧૦ મિનિટ પછી ફરીથી મેથિલેટેડ સ્પિરિટમાં પલાળેલાં કોટનને એડીઓ પર મૂકી રાખો. આ ત્રણ-ચાર વખત કરો. આથી ફાટેલી એડી બરાબર થવા લાગશે.

    * નવશેકા પાણીમાં થોડું શેમ્પૂ, એક ચમચી મીઠો સોડા અને થોડાં ટીપાં ડેટોલનાં નાખીને મિક્સ કરી લો અને તે પાણીમાં પગને ૧૦ મિનિટ સુધી પલાળી રાખો. ત્વચા ફૂલે ત્યારે મેથિલેટેડ સ્પિરિટ લગાડીને એડીઓને પ્યુમિક સ્ટોનથી ઘસીને સાફ કરી લો. તેનાથી એડીની મૃત ત્વચા સાફ થઈ જશે. પછી સાફ રૂમાલથી લૂછીને નવશેકા જેતૂન તેલ કે નાળિયેરના તેલથી માલિશ કરો.

    * પગને સાફ અને સુંદર બનાવવા માટે અઠવાડિયામાં એકવાર પેડિક્યોર જરૂર કરાવો અથવા બ્યુટિપાર્લરમાં જઈને કરાવો. આથી પગના નખ, એડી અને તળિયાંની સફાઈની સાથે સાથે પગની માલિશ અને કસરત પણ થઈ જાય છે.

    * સૂતાં પહેલાં પગને સાફ કરીને તેના પર મોઇશ્ચરાઇઝર લોશન લગાડીને સાધારણ માલિશ કરો.

    પેડીક્યોર

    આ એક સહેલી રીત છે. તેને તમે પોતે ઘરે પણ કરી શકો છો. જો તમારા પગની સ્થિતિ વધારે ખરાબ હોય તો પેડીક્યોર સૌંદર્ય નિષ્ણાત પાસે જ કરાવવું યોગ્ય છે.

    સામગ્રી :

     નાનું ટબ, નવશેકું પાણી, શેમ્પૂ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, નેલપોલિશ, નેલપોલિશ રિમૂવર, નેલકટર, ઓરેન્જ સ્ટિક, ક્યુટિકલ પુશર, નેલ ફાઇલર, પ્યૂમિક, સ્ટોન, કોલ્ડ ક્રીમ, કોટન અને રૂમાલ.

    રીત :

     સૌ પ્રથમ નેલપોલિશ રિમૂવરથી જૂની નેલપોલિશ સાફ કરી લો. નેલકટર અથવા નાની કાતરથી વધેલા અથવા વાંકાચૂંકા નખ કાપી લો. પગના નખ હંમેશાં સીધા જ કાપવા.

    * નેલ ફાઇલર (કાનસ)થી નખને સુંદર આકાર આપો.

    * ટબમાં નવશેકું પાણી લઈને તેમાં થોડું શેમ્પૂ અને એક ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખીને હલાવી લો અથવા નવશેકા પાણીમાં ત્રણ ચમચી મીઠું, અડધા લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળ નાખીને મિશ્રણ બનાવો. આમાં પગને ૫-૧૦ મિનિટ સુધી પલાળી રાખો. આથી મૃત ત્વચા પોચી થઈ ફૂલી જાય છે.

    * ૮-૧૦ મિનિટ પછી પ્યૂમિક સ્ટોનથી તળિયાં અને એડીને ઘસીને મેલ સાફ કરો. પગ મેલ વગરના  થાય ત્યારે સાફ રૂમાલથી લૂછી લો. 

    * પગના નખ પર ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લોશન લગાડીને સારી રીતે માલિશ કરો.

    * માલિશ કર્યા પછી ઓરેન્જ સ્ટિક પર કોટન લગાડીને નખની અંદરનો મેલ સાફ કરી લો.

    * ક્યુટિકલ પુશરથી નખનાં મૂળની પાસેનો ભાગ અંદરની તરફ ધકેલી દો. આ રીતે નખનો આકાર સારો દેખાશે.

    * પગ પર મોઇશ્ચરાઇઝર લોશનથી ૧૦ મિનિટ સુધી માલિશ કરો. આથી પગની ત્વચા મુલાયમ થઈ જશે.

    * રૂનાં પૂમડાંથી નખ પરની ચીકાશ સાફ કરો અને તમને  મનપસંદ રંગની નેલપોલિશ લગાડો.

    WINTER
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.