Bhuj તા.11
કચ્છના ગાંધીધામમાં રહેતી મહિલાએ સાસરિયા પક્ષ સાથેના વિવાદ વિશે પોલીસ ફરિયાદ આપવા ગઈ ત્યારે પરિચય કેળવ્યા બાદ પોલીસવડાના પીએએ દુષ્કર્મ ગુજાર્યાની તથા પોતાના નિવાસે ગેરકાયદે વસુલાતા નાણાં સંડાવ્યાના આક્ષેપ કરતા સનસનાટી મચી છે.
ગુજરાતના પૂર્વ કચ્છ સહીત બોર્ડર રેન્જ પોલીસમાં યુવતીએ ગાંધીધામ SP ના PA ખીમજી રમણલાલ ફફલ સામે કથિત રીતે અરજીમાં કરેલા આક્ષેપ મુજબ, તે જયારે ગાંધીધામ SP ઓફિસમાં તેની સાસરિયા દ્વારા થઇ રહેલી કનડગત અંગે ફરિયાદ – રજૂઆત કરવા ગઈ હતી
ત્યારે SP ના PA ખીમજી ફફલનો પરિચય થયો હતો. અરજીમાં કરેલા આક્ષેપ ફફલે પોતે SP નો ખાસ વ્યક્તિ હોવાનો દાવો કરીને મહિલાની સાસરીવાળી મેટર પુરી કરવાની ખાતરી આપીને તેનો પરિચય કેળવ્યો હતો.
ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ ફફલ તેના ઘરે આવતો થયો અને તેની સાથે બળજબરી કરી હતી. હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલમાંથી SP ના PA બનેલા ખીમજી ફફલ સાથે ગોપાલ નામનો વ્યક્તિ પણ સામેલ હતો, જે તેની પંદર વર્ષની દીકરી સાથે ચેંડા કરતો હતો.
મહિલાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે, ગાંધીધામ SP ના PA ખીમજી ફફલની ચુંગાલમાંથી છટકવા માટે તેણે ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો મોબાઈલ ટ્રેસ કરીને તેની સાથે સંબંધ રાખવા માટે ધમકી આપવામાં આવતી હતી.
વાત માત્ર આટલેથી અટકી ન હતી. મહિલાએ કરેલા આક્ષેપ મુજબ, પૂર્વ કચ્છ SP ના નામે તેમનો PA ફફલ લાખો રૂપિયાની ઉઘરાણી કરીને તે રૂપિયા તેના ઘરમાં સંતાડતો હતો. મહિલાની અરજીમાં આવી તો સમગ્ર મામલે SP ના PA ખીમજી રમણલાલ ફફલ વિધવા મહિલાને નામે તેમની સામે કરવામાં આવેલા આક્ષેપ – અરજી સદંતર ખોટું હોવાનું જણાવીને હતું કે, ગાંધીધામ SP સહીત આઇજીપણ સમગ્ર મામલો જાણે છે.
આ મામલે બોર્ડર રેન્જ આઇજી ઓફિસના હુકમને પગલે પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તપાસ કરી ચુકી છે. જેમાં તેમની વોટ્સએપ ચેટ સહિતની તપાસ પણ કરવામાં આવી હતી.
જો કે, તપાસમાં કશું નીકળ્યું નથી. ફફલે એમ પણ કહ્યું હતું કે, અગાઉ પણ તેમની સામે આ પ્રકારના આક્ષેપ કરતી નનામી અરજી આવી ચુકી છે. અરજી નનામી હતી એટલે તેને રફેદફે કરી દેવામાં આવી હતી.
તેમણે અંતમાં એમ પણ કહ્યું કે, તેમના વિરોધીઓ આવી હરકત કરી રહ્યા છે. પરંતુ પુરાવાને અભાવે તેઓ કોઈ કાર્યવાહી કરી શકયા નથી. તેમની સામે એક તરફ જયાં ગાંધીધામ SP ના PA ખીમજી ફફલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, તેમની વિરુદ્ધ આવેલી યુવતીની દુષ્કર્મવાળી અરજીની તપાસ બોર્ડર રેન્જ ઓફિસની સુચનાને પગલે ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કરવામાં આવી છે.
ત્યાં બીજી તરફ ગાંધીધામ LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર નારણભાઇ ચુડાસમાએ આવી કોઈ અરજીની તપાસ ન કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.