વર્ષો પહેલા પાછળ પડેલા યુવાનનો પીછો છોડાવવા મદદરૂપ થઈને મિત્ર બનેલા એ પોત પ્રકાશયુ
Rajkot,તા.27
શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ મથક ની હદમાં આવેલ નાણાવટી ચોક વિતરાગ સોસાયટીમાં મહિલા ને બ્લેકમેલિંગ કરી મિત્રએ જ હુમલો કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિતરાગ સોસાયટી માં રહેતા પરણીતા ગઈકાલે બપોરે ૧ વાગે રવિ રત્ન પાર્ક યુનિવર્સિટી રોડ પર હતા ત્યારે જયેશ જોટંગીયા એ ઝઘડો કરી લાકડી ધોકા થી માર મારી ઇજા કરતાં નિકિતાબેન ને સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યા છે.
ભોગ બનનાર પરણીતા ને જણાવ્યું હતું કે તેમના પતિ અને એક પુત્રી આફ્રિકા રહે છે અને તે રાજકોટમાં એક પુત્રી સાથે રહે છે, વર્ષો પહેલા તેમની પાછળ પડેલા એક યુવકના સકજામા માંથી છોડાવવા તેમના પિતાની ઓળખાણ ધરાવતા જયેશ જોટંગીયાએ મદદ કરી હતી અને આ મદદ બાદ તે પરણીતા નો મિત્ર બની ગયો હતો, મૈત્રીભર્યા સંબંધો વર્ષો સુધી રહ્યા બાદ થોડા સમયથી તે અંગત ફોટા અને કેટલાક વિડીયો વાયરલ કરવાની આફ્રિકા રહેતા પતિને સંબંધ વિશે જાણ કરી દેવાની ધમકી આપી સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો ગઈકાલે પરણીતાએ સંબંધ રાખવાની ના પાડતા જયેશ જોટંગીયાએ હુમલો કર્યો હતો, હાથ ધોઈને પડી ગયેલા જયેશ એ નોકરી કરતા હતા તે સંસ્થામાં જઈ માથાકૂટ અને મારામારી કરતા તે સંસ્થામાંથી પરણીતા ને નોકરીમાંથી છુટા કરી દીધા હતા. જયેશ ના હુમલા નો ભોગ બનનાર પરણીતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે