બે બાળકોએ માતાની છત્ર છાયા ગુમાવી, સંયુક્ત કુટુંબ માં રહેતી મહિલાના પગલાથી પરિવાર “અવાચક”
Rajkot,તા.29
શહેરના માલવિયા નગર પોલીસ મથકની હદમાં આવેલ ખોડીયાર નગર શેરી નંબર ૩ માં રહેતા મુસ્લિમ પરિવારની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બે બાળકો નોંધારા થયાની કરુણ ઘટના સામે આવી છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ખોડીયાર નગર શેરી નંબર ૩ માં રહેતા હુસેનભાઇ સપા ના પત્ની અમીનાબેન ઉર્ફે આશિયાના”૨૫”એ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. સંયુક્ત કુટુંબમાં રહેતા અમીનાબેન ના આ પગલાથી એક પુત્ર અને પુત્રી એ માની છત્ર છાયા ગુમાવી નોંધારા બન્યા હતા અમીના બેને આ પગલું શા માટે ભર્યું? ગામમાં જ પિયર ધરાવતી આશિયાના બેન ના ભાઈ બેંગ્લોર સારી જોબ પર હોય અને સાસરામાં પણ સારું મનમેળ હોય અમીનાબેનના આ પગલાથી બંને પરિવાર અવાચક બની ગયા છેબનાવના કારણ અંગેઅંગેની પ્રાથમિક તપાસ માલવીયા નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એચ આર મોરી એ હાથ ધરી છે