Rajkot,તા.02
શહેરના જીવરાજ પાર્કમાં અંબિકા ટાઉનશીપ માં બીમારીથી કંટાળી મહિલાએ ઘઉંમાં નાખવાના ટીકડા નો પાવડર પી જતાં મોત નીપજ્યું હતું, મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્કમાં રહેતા જયશ્રીબેન મોહનભાઈ બરોચીયા ૭૧ એ ગઈકાલે બપોરે ૧૨/૩૦વાગ્યે પોતાના ઘરમાં હતા ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા પ્રથમ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાર પછી સમયક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાથમિક તપાસમાં જયશ્રીબેન ને ઘણા સમયથી ડાયાબિટીસ સહિતની બીમારીઓ હોય બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ નિલેશભાઈ ચાવડા તપાસ ચલાવી રહ્યા છે